ભીલ સમુદાયમાં લગ્નમાં દહેજ, ડીજે, દારૂ, દેવુ બંધ અભિયાન અંતર્ગત થાળા ગામે યોજાયેલી મિટિંગમાં ગોધરા રેન્જના DIG શ્રી રાજેન્દ્ર અસારી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ.

અજય સાંસી

ભીલ સમુદાયમાં લગ્નમાં દહેજ, ડીજે, દારૂ, દેવુ બંધ અભિયાન અંતર્ગત થાળા ગામે યોજાયેલી મિટિંગમાં ગોધરા રેન્જના DIG શ્રી રાજેન્દ્ર અસારી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ.

બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા ભીલ સમુદાય લગ્નમાં દહેજ, ડીજે, દારૂ, દેવુ બંધ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર અને જાગૃતિ માટે તારીખ 16 ડિસેમ્બર , 2023 ના રોજ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આદિવાસી વસ્તી ધરાવતા દરેક ગામોમાં ફરનાર આ રથ આજ રોજ સંજેલી તાલુકાના થાળા ગામે આવી પહોંચ્યો હતો. થાળા ગામે યોજાયેલી જાગૃતિ મીટિંગમાં ગોધરા રેન્જના DIG શ્રી રાજેન્દ્ર અસારી (IPS) અને ઝાલોદ DYSP શ્રી ડી. આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતુ. સમાજના શિક્ષિત અને સક્ષમ લોકોને ઉદાહરણરૂપ આચરણ કરવા જણાવ્યુ હતુ. ગરીબ લોકોને દેખા દેખીમાં આંધળો ખર્ચો ન કરવા જણાવ્યુ હતુ. લગ્ન બંધારણનો અમલ કરવા માટે જણાવ્યુ હતુ. બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતુ.

રથના સારથી શ્રી પ્રવીણભાઈ પારગીએ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ. અને લગ્ન બંધારણ અંગે સમજૂતી આપી હતી. ગ્રામજનોએ રથ અને મહાનુભવોનું સ્વાગત કર્યુ હતુ.આ પ્રસંગે અગ્રણીઓ શ્રી એસ.ટી. રાવત, શ્રી આર. ડી. ડામોર, શ્રી કે.કે.રાવત, શ્રી રમેશભાઈ સેલોત, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભુરસિંગભાઈ તાવીયાડ, સરપંચ શ્રી પંકજભાઈ બારીયા, શ્રી ચંદુભાઈ તાવીયાડ, શ્રી રમેશભાઈ બારીયા, એડવોકેટ શ્રી વિરસિંગભાઈ બારીયા, શ્રી રામુભાઇ ભગોરા, શ્રી રામુભાઇ ચારેલ, શ્રી સોમસિંહ બેડ, શ્રી પ્રભાતસિંહ રાવત, શ્રી અમરસિંહ બારીયા, રામદેવપીર મંદિરના મહંત શ્રી સબુરદાસ મહારાજ, શ્રી પ્રકાશભાઈ ભેદી, શ્રી રૂપસિંહભાઇ તાવીયાડ, શ્રી અસુમલ બેડ, શ્રી શરદકુમાર ડીંડોર વગેરે આ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: