નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ યશાસ્ત્રીય સ્પર્ધામાં ૧ થી ૩ સ્થાન પ્રાપ્ત કર્યું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ યશાસ્ત્રીય સ્પર્ધામાં ૧ થી ૩ સ્થાન પ્રાપ્ત કર્યું
ગુજરાત સરકાર તેમજ ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા મંડળના સંયુક્ત ઉપક્રમે સદ્ ગુરુ કેશવાનંદસંસ્કૃત પાઠશાળા મોરબી મુકામે રાજ્યસ્તરી યશાસ્ત્રીય સ્પર્ધાઓનું આયોજન થયું હતું તેમાં ૪૬ પાઠશાળાઓના ૬૦૦ ઋષિ કુમારોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમાં નર્મદેશ્વર મહાદેવની કૃપા પૂજ્ય સંતરામ મહારાજ એવમ્ પૂજ્ય પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના આશીર્વાદ તથા આચાર્ય ડો. અમૃતલાલ ભોગાયતા ગુરુજીના માર્ગદર્શન થી તથા મેનેજીંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દવેની પ્રેરણાથી નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પોતાનું વક્તવ્ય રજૂ કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. એમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ત્રણ વિદ્યાર્થીઓ આગામી ઓલ ઇન્ડિયા સંસ્કૃત કોમ્પિટિશન અયોધ્યામાં ગુજરાત રાજ્યનું જે તે વિષયમાં પ્રતિનિધિત્વ કરશે પાચ સુવર્ણ પદક(ગોલ્ડ મેડલ) ૧૦ રજતપદક( સિલ્વર મેડલ) ૬ કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) મેળવી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયએ સંપૂર્ણ ગુજરાતમાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.