હાઇવે રોડ પર પડેલી ઘીસીઓથી વાહન ચાલકો પરેશાન, વહેલી તકે રોડ સરખું કરવા માંગ.
હાઇવે રોડ પર પડેલી ઘીસીઓથી વાહન ચાલકો પરેશાન, વહેલી તકે રોડ સરખું કરવા માંગ.
કપડવંજ શહેર માંથી ખેડા તેમજ અરવલ્લી જિલ્લાને જોડતો મહત્વનો ગણાતો સ્ટેટ હાઇવે નંબર ૫૯ પસાર થાય છે. જે છેલ્લા ઘણા સમયથી માર્ગ ખરાબ થઈ ગયો છે.ત્યારે આ માર્ગ પર પડેલી ઘીસીઓને પરિણામે ટુ વ્હીલર વાહન ચાલકો માટે આ માર્ગ પર થી પસાર થવું પરીક્ષા સમાન સાબિત થયુ છે. હાઇવે પર પડેલી ઘીસીઓને પરિણામે છાશવારે અકસ્માતો સર્જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. આ માર્ગ પરથી રાત અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ત્યારે તંત્ર દ્વારા સમારકામ નહીં કરવામાં આવતા રોડ પર પડેલી ઘીસીઓને પરિણામે ગમખ્વાર અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા વહેલી તકે રોડ પર પડેલી ઘીસીઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વાહન ચાલકે જણાવ્યું હતું કે માર્ગ પર પડેલી ઘીસીઓથી ટુ વ્હીલર વાહન પર કાબુ કરવો મુશ્કેલ કપડવંજ થી મોડાસાના માર્ગ પર મોટાભાગે ઘીસીઓ પડી ગઈ છે. ખાસ કરીને આ માર્ગ પર ટુ વ્હીલર વાહન ચાલકોને વાહન ચલાવવું અઘરૂ બન્યું છે. ઘીસીઓ પડવાથી વાહન પરનો કાબૂ ગુમાવી દેવાય છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે.

