દાહોદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત દ્વારા અનાજ કરીયાણાનું વિતરણ
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.10
કોરોના મહામારી સંકટમાં જ્યારે પુરા વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો કામે લાગેલ છે. સંઘની શાખાઓ વર્તમાનમાં ઇન્ટરનેટ દ્વારા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે સમગ્ર દાહોદ જિલ્લામાં પણ જુદા જુદા સ્થાનો પર સેવા કાર્યો ચાલી રહ્યા છે, તેના ભાગરુપે જે જરુરિયાતમંદ પરિવારો ને જ્યારે જમવાની તકલીફ પડી રહી છે તેવા લગભગ ૫૦૦ જેટલા પરિવારો ને આજરોજ દાહોદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત દ્વારા અનાજ કરીયાણાની (ચોખા, ઘઉંનો લોટ, દાળ, તેલ, મીઠું, મરચું, હળદર) નું વિતરણ કરવામાં આવ્યુ. આજનુ આ સેવા કાર્ય દાહોદ નગરની સેવાવસ્તી ભીલવાડામાં કરવામાં આવ્યુ.
#Simdhuuday Dahod

