નડિયાદ નગરપાલિકા દ્વારા બારકોશીયા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ નગરપાલિકા દ્વારા બારકોશીયા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા
નડિયાદ શહેરમાં બારકોશીયા રોડ પર ગેરકાયદે બાંધકામો નગર પાલિકા દ્વારા દુર કરવામાં આવી રહ્યા છે. રોડ પહોળો કરવા વર્ષોથી બાંધી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામો આજે પાલિકાએ દૂર કર્યા છે.
નડિયાદ નગરપાલિકાની દબાણ વિભગની ટીમે શનિવારે બારકોશિયા રોડ પર પ્રવેશતાની સાથે જ રોડની જગ્યામાં બાંધી દેવાયેલા પાકા બાંધકામ વાળા દબાણો દૂર કર્યા છે. જેસીબીની મદદથી આવા દબાણોને તોડી પડાયા છે. નવો રોડની મંજૂર મળતા તેનું કામ શરૂ થયુ હોવાથી, આ રોડ પૂરતો પહોળો કરવા રોડ પર દબાણોને દુર કર્યા છે. આ રોડ પરના મલારપુરાના પ્રવેશ પાસે જ 4 પાકા બાંધકામ કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે કરાયા હતા.
રોડની જમીન પર વર્ષોથી આ બાંધકામો કરી તેનો કોમર્સિયલ ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંયા નાની મોટી દુકાનો ચાલતી હતી. તેમજ બે ઓરડીઓમાં લોકો રહેતા પણ હતા. જો કે રોડની જમીન પરનું ગેરકાયદેસર બાંધકામ હતુ. તે તોડી પાડવા વર્ષોથી રજૂઆત હતી. જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે તાત્કાલિક રોડની ગ્રાન્ટ મંજૂર કરી અને તેનો વર્ક આપી દીધો હતો. જ્યાં એજન્સીએ છેલ્લા દસેક દિવસથી કામકાજ શરૂ કર્યુ છે. આ રોડની કામગીરી શરૂ થતા જ જાહેર માર્ગ પર કરાયેલા દબાણો હટાવવા પણ તંત્રએ કવાયત હાથ ધરી છે