દેવગઢ બારીયા સબ જેલમાંથી દિવાલ કુદીને નાસી છુટેલ ૧૩ કેદીઓ પૈકી વધુ એક મુખ્ય સુત્રધાર જેલ ફરારી રાકેશ જવા માવીને દાહોદ પોલીસે ઝડપી પાડ્યો

દાહોદ તા.૧૧
દેવગઢ સબ જેલમાંથી દિવાસ કુદીને નાસી છુટેલ ૧૩ કેદીઓ પૈકી વધુ એક મુખ્ય સુત્રધાર જેલ ફરારી કેદી રાકેશ જવા માવને દાહોદ મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી દાહોદ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાે છે.આમ ૧૩ પૈકી ૧૦ ફરાર કેદીઓને પોલીસે ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
તા.૦૧મી મે ના રોજ દેવગઢ બારીઆ સબ જેલમાંથી રાત્રીના સમયે એક બેરેકના બે – રૂમના તાળા તોડી લુંટ, ધાડ,ઘરફોડ ચેરી, મર્ડર, બળાત્કાર જેવા ગંભીર ગુનાના ૧૩ ખુંખાર કાચા કામના કેદીઓ જેલની દિવાલ કુદી નાસી ગયા હતા. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ કેટલાક દિવસો પુર્વે પોલીસે જિલ્લામાં સઘન કોમ્બીંગ હાથ ધરી એક પછી એક એમ ૧૩ પૈકી ૯ કેદીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે આજે વધુ આ પૈકીનો ફરાર એવો મુખ્ય સુત્રધાર માતવા ગામનો રાકેશ જવાભાઈ માવીને મધ્યપ્રદેશને અડીને આવેલ ભે પાટીયા ગામના જંગલમાંથી ચોરી છુપીથી બહાર નીકળવા જતા પોલીસને ટીમે તેને કોર્ડન કરી જંગલમાંથી ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલ આરોપી અગાઉ લુંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ રાત્રીના સમયે હાઈવે રોડ ઉપર પથ્થર મુકી વાહનોમાં પંચર પાડી તેની ગેંગના સાગરીતો સાથે ભેગા મળી વાહન ચાલકોને મારક હથિયારથી જીવલેણ હુમલો કરી લુંટ ચલાવી જંગલ વિસ્તારમાં નાસી છુટતો હતો અને જિલ્લામાં વિવિધ પોલીસ મથકે તેની વિરૂધ્ધ ૩૯ ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે. આમ, પોલીસે ૧૩ પૈકી ૧૦ ફરાર કેદીઓને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!