રાજસ્થાન સરહદ આવેલા ઝેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો.
પ્રવીણ કલાલ ફતેપુરા
રાજસ્થાન સરહદ આવેલા ઝેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા તાલુકાના રાજસ્થાન સરહદ પર આવેલા ઝેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓનો રાજયના છેવાડાના માનવી સુધી પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર ઘ્વારા વિવિધ પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. સદર બાબત ઘ્યાન રાખી ભારત સરકાર ઘ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. સોમવાર ના રોજ ફતેપુરા તાલુકાના રાજસ્થાન સરહદ પર આવેલા ઝેર ગામે ધારાસભ્ય રમેશભાઈ કટારા વરદહસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન મામલતદાર દ્વારા કરવામાં આવ્યું હતું અને વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે પેહલા અલગ અલગ કચેરીએ અલગ અલગ દસ્તાવેજ સાથે જવું પડતું હવે ત્યાં જવાને બદલે આપણા સુધી પોહચાડવાનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. દરેક લાભાર્થીને તેના લાભ સુધી પોહચડવા આ આયોજન થયું છે.
બધી જ યોજનાઓના સ્ટોલ મૂકવામાં આવ્યા છે જ્યાંથી તમને તેની સંપૂર્ણ માહિતી મેળવી તેનો લાભ મેળવી શકે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આપ સૌ સહભાગી થાવ તેવી અપીલ કરી હતી.આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ તેમના પ્રવચનમાં જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને પૂર્ણ કરવા વિકાસની વર્ણથભી યાત્રા આજે અહી આવી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ દેશના દરેક નાગરિકની જીવનશૈલી સુખમય થાય તે માટે કટિબદ્ધ છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે નવા ભારત તથા વિશ્વની સૌથી મોટી યોજના. વિવિધ યોજનાના લાભાર્થી સાથે વાર્તાલાપ કરી યોજના દ્વારા તેમને શું લાભ મળ્યો તેની ચર્ચા કરી અને આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થી મેળવે તેવો અનુરોધ કર્યો. ભારતને આત્મનિર્ભર બનાવવાનો આ યોજનાનો હેતુ છે. ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વ ગુરુ બનાવવા આપ સૌ સાથે સહભાગી થઈને કામ કરીએ. આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન મા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ પારગી એ તેમના પ્રવચનમાં જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક યોજના દરેક ઘર સુધી પહોચે તે માટેની યાત્રા છે.
છેવાડાના માનવી સુધી જનહિતલક્ષી યોજના પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી અને તેનો લાભ લેવા માટે નાગરિકોને અપીલ કરી હતી. આ કાર્યક્રમ માં તાલુકા મંડલ પ્રમૂખ રામાભાઈ પારગી, આગેવાન ચુનીલાલ ચરપોટ,ડો. અશ્વિનભાઈ પારગી, જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ મોહિતભાઇ ડામોર, ટીનાભાઈ પારગી, ચતુરકાકા પાંડોર, તાલુકા સભ્યો, સરપંચ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

