ઝાલોદ તાલુકાના થાળા ગામે ડ્રાઇવર દ્વારા એસ.ટી બસને ગફલત રીતે ચલાવતા પલટી ખાઈ ગઈ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના થાળા ગામે ડ્રાઇવર દ્વારા એસ.ટી બસને ગફલત રીતે ચલાવતા પલટી ખાઈ ગઈ

ઝાલોદ તાલુકાના લીમડાના થાળા ગામ પાસે તારીખ 08-01-2024 ના રોજ આસરે બપોરે 12 :30 વાગે એસ.ટી બસ નંબર 18-Z-1810 પૂરઝડપે ડ્રાઇવર હંકારીને લઈ જઈ રહેલ હતો તે દરમ્યાન મોટરસાઇકલને ઓવરટેક કરતા બાઇક સવારને અડફેટે લઇ પાડી દેતા મોટરસાઇકલ ઘસડાઈ ગઈ હતી. મોટરા સાયકલ ઘસડાઈ જતા બાઇક સવારને શરીરે ઇજા થયેલ હતી અને મોટરસાઇકલને પણ નુકસાન થયેલ હતું.

મોટરસાયકલ સવાર દિલીપ પારગીની ફરિયાદ મુજબ થાળા ગામ નજીકથી જતાં સામેથી આવતી પૂરપાટ એસ.ટી બસ આવતી હતી. એસ.ટી બસ દ્વારા ફરિયાદી બાઇક સવારને ઓવરટેક કરવા જતાં બાઇક સવાર નીચે રોડ પર મોટરસાઇકલ સાથે ઘસડાઈ પડી જતાં શરીરે ઇજા થઇ હતી. આ બનાવ બનતા એસ.ટી બસના ડ્રાઇવર દ્વારા અચાનક બ્રેક મારવામાં આવતા એસ.ટી બસ પલટી ખાઈ ગયેલ હતી. એસ.ટી બસ પલટી ખાઈ જતાં તેની અંદર જે મુસાફરો હતા તેમાં અમુકને નાની મોટી ઈજા થયેલ હતી. આ અકસ્માતમાં એસ.ટી બસ અને બાઈક બંનેને નુકશાન થયેલ છે. બાઇક સવાર દ્વારા આ અંગે લીમડી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!