ખેડા જિલ્લાના કપડવંજમા ગઠિયાએ બે વ્યક્તિઓને ઓનલાઇનથી રૂપિયા પડાવી લીધા.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના કપડવંજમા ગઠિયાએ બે વ્યક્તિઓને ઓનલાઇનથી રૂપિયા પડાવી લીધા

કપડવંજના રામતલાવડી ગામે ગઠિયાએ ડોક્ટરનું નામે એક જ કુટુંબના બે વ્યક્તિઓ સાથે  મોબાઇલ ફોન મારફતે કુલ રૂપિયા ૭૬ હજાર ઓનલાઇન પડાવી લીધા છે. આ બનાવ સંદર્ભે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ તાલુકાના રામ તલાવડી ગામે રહેતા  માનાભાઈ રતાભાઇ પરમાર જે ગામની દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેમના પુત્રવધુની સારવાર અમદાવાદના ખાતે ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. દરમિયાન  હોસ્પિટલના ડોક્ટર નિતીન સિંગલ સાથે સારો સંબંધ હતો  ૧ જાન્યુઆરી ૨૪ના રોજ માનાભાઈના પુત્ર રાકેશના ફોન ઉપર કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ કહ્યું કે હું ડોક્ટર નિતીન સિંગલ બોલું છું. મારે એક દર્દીને પૈસા આપવાના છે જે તમને તમારા ખાતામાં નાખું છું અને તે પૈસા તમે ટ્રાન્સફર કરી આપશો. રાકેશભાઈ અને તેમના પિતાને ફોન ઉપર  ડો. નિતીન સિંગલ હોય તેવુ લાગતા તેઓએ કોઈપણ તપાસ કર્યા વગર  વ્યક્તિએ નાણા ટ્રાન્સફર થયાના ખોટા મેસેજ મોકલી રાકેશભાઈ અને તેમના પિતા માનાભાઈ પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા ૭૬ હજાર ૬૦૨ ઓનલાઇન પડાવી લીધા હતા. આ નાણા ટ્રાન્સફર કર્યા બાદ ઉપરોક્ત તબીબનો પ્રાઇવેટ નંબર ઉપર રાકેશભાઈએ ફોન કરી જાણ કરતા તબીબે જણાવ્યું કે મેં તમારી પાસે કોઈ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા નથી. જેથી સમગ્ર હકીકત બહાર આવતા રાકેશભાઈ અને તેમના પિતા ને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ સંદર્ભે અલગ અલગ ત્રણ મોબાઈલ ધારકો અને એક પેટીએમના ધારક સામે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!