પીપલોદના અંતેલા ગામે થી સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂ લઇ જતા 673500 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ ક્રાઇમ બ્રાંચ.
પંકજ પંડિત
પીપલોદના અંતેલા ગામે થી સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂ લઇ જતા 673500 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ ક્રાઇમ બ્રાંચ
દાહોદ જિલ્લામાં સતત એસ.પી રાજદિપ ઝાલા દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરનાર તેમજ ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા કે દારૂની હેરફેર કરનાર તત્વો પર સતત દેખરેખ રાખી તેમને પકડી પાડવા આદેશ કરેલ છે. તે અન્વયે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની પોલિસ સતત પેટ્રોલીંગ કરી આવા તત્વોને નેસ્તનાબૂદ કરવા પ્રયત્ન કરી રહેલ છે.
દાહોદ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.ડીંડોરની સૂચના મુજબ એલ.સી.બી.પો.સ.ઇ એમ.એલ.ડામોર, પો.સ.ઇ જે.બી.ઘનેશા પોતાની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમીને આધારે એક સ્વિફ્ટ ડિઝાયર જેનો નંબર એમ.પી 09-CM-3759 એમ.પીના પેટલાવદ બાજુથી વિદેશી દારૂ ભરીને લીમખેડા તરફથી નીકળી પીપલોદના અંતેલા તરફના રસ્તે થઈ દેવગઢ બારીયા તરફ જનારની માહિતી મળેલ હતી. તે અન્વયે એલ.સી.બી પોલિસ દ્વારા અંતેલા ગામે થી સ્વિફ્ટ ગાડીને ઝડપી પાડેલ હતી.
ગાડીની તપાસ કરતા આ ગાડી માંથી બિયરની 1248 બોટલ મળી આવી હતી. જેની કિમત 168000 સાથે બે મોબાઇલ 5500અને સ્વિફ્ટ ગાડી જેની કિમત 500000 સાથે કુલ 673500 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડેલ હતા. આરોપી પ્રકાશ ડામોર ( પેટલાવદ ) , કનૈયાલાલ તાડ ( પેટલાવદ ) અને સોનું વસૂનિયા ( પેટલાવદ ) ને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.