નડિયાદમાં  રિક્ષા ચાલકે આધેડને બેસાડી તેમનો મોબાઇલ અને પર્સ તફડાવી ફરાર થઇ ગયો.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં  રિક્ષા ચાલકે આધેડને બેસાડી તેમનો મોબાઇલ અને પર્સ તફડાવી ફરાર થઇ ગયો

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક આધેડ ચાલવા નીકળ્યા હતા તે સમયે સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવીને એક રીક્ષા ચાલકે તેમને બળજબરીથી રીક્ષામાં બેસાડી તેમનો મોબાઇલ અને પર્સ તફડાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે આધેડે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હરિકુંજ સોસાયટીમાં રહેતા રતનસિંહભાઇ ભીમસિંહભાઇ પરમાર  ઘરેથી ચાલવા નીકળ્યા હતા. તે વખતે તેમની પાસે એક રીક્ષા આવીને ઉભી રહી હતી અને રીક્ષા ચાલકે તેમને સરનામું પૂછ્યું હતું. હજી રતનસિંહ સરનામું સમજાવે તે પહેલાં જ રીક્ષા ચાલકે પીપલગ બાજુ જવાનું છે તેમ કહીને તેમને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી દીધા હતા. રતનસિંહને પાસેના બગીચામાં જવું હતું તેઓ બેસી ગયા હતા અને ચાલકે રીક્ષા હંકારી મૂકી હતી. આ દરમિયાન રીક્ષામાં પાછળની સીટ ઉપર પણ એક ઇસમ બેઠો હતો. રસ્તામાં બમ્પ આવતાં રતનસિંહના ખિસ્સામાંથી આ ઇસમે તેમનો મોબાઇલ અને પાકિટ કાઢી  રીક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો. આ મામલે રતનસિંહે પશ્ચિમ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: