રોડ પર અચાનક ગાય આવી જતા અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
રોડ પર અચાનક ગાય આવી જતા અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત નિપજ્યું.
ખેડા પાસેના લાલી ગામે રોડ પરના ખેતરમાથી આવીને એકાએક નીલ ગાય મોટરસાયકલ સાથે અથડાતા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે પાછળ બેઠેલા મિત્રનું ટૂકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અમદાવાદ તાલુકાના દસક્રોઈના નાંદેજ બારેજડીની સોમનાથ સોસાયટીમાંના શુભમ વિજયભાઈ મીશ્રા પોતાના મિત્ર આનંદકુમાર સંજયપ્રસાદ શ્રીવાસ્તવ સાથે બારેજાથી બારેજડી તરફ બંને મિત્રો ખેડાના લાલી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ખેતરમાંથી એકાએક રોડ પર નીલ ગાય આવી શુભમના મોટરસાયકલ પર અથડાવી હતી. અને મોટરસાયકલ ચાલક શુભમ અને પાછળ બેઠેલ આનંદકુમાર બંને રોડ પર પટકાયા હતા. બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ અકસ્માત સ્થળે લોકો દોડી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન આનંદકુમાર સંજયપ્રસાદ શ્રીવાસ્તવનુ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ખેડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.