વિકસિત ભારત યાત્રા એટલે ગરીબો માટે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
વિકસિત ભારત યાત્રા એટલે ગરીબો માટે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા.

ફતેપુરા તાલુકાના કરમેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત તેમજ સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો હતો. ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને દીપ પ્રગટાવીને મહાનુભાવો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પારગી એ ધારાસભ્યશ્રી અને ભાજપા જીલ્લા પ્રમુખશ્રીને આદિવાસી પરંપરા મુજબ ને ચાંદીનું ભોરયું પહેરાવી શાળ ઓઢાડી ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું કરમેલ ગામે ભારત સંકલ્પ યાત્રા રથ સ્વગાત કાર્યક્રમ અને સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર પ્રસંગને અનુરૂપ ઉદબોદન કર્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયનું અને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભાજપના આગેવાન કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી, જિલ્લા સભ્ય પ્રતાપભાઈ પારગી, ટીનાભાઇ ઉર્ફે મુકેશભાઈ પારગી, તાલુકા સભ્યો તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી અસારી મામલતદાર વસાવા બ્લોક હેલ્થ ઓફિસર ડો.અમલીયાર પશુ ચિકિત્સા ડો. સંગાડા પશુપાલન વિભાગ ખેતીવાડી વિભાગ આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ ટ્રાઇબલ વિભાગ માંથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ લાભાર્થીઓને સ્થળ પર જ સહાયનું વિતરણ કરાયું હતું ત્યારબાદ પ્રતિજ્ઞા લેવાઈ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન આચાર્ય દિનેશભાઈ પટેલ
