ઝાલોદ કેળવણી મંડળ શૈક્ષણિક સંકુલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણનો પકાર્યક્રમ યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ કેળવણી મંડળ શૈક્ષણિક સંકુલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણનો પકાર્યક્રમ યોજાયો.
સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ , સાર્વજનીક પુસ્તકાલય, કેળવણી મંડળ તેમજ નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ઝાલોદ કેળવણી મંડળ દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાના સંકુલમાં સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મૂકવામાં આવી હતી. જેથી આજના યુવાઓ જે શૈક્ષણિક રીતે સંકળાયેલ છે તેમને આ પ્રતિમાને જોઈ તેમના જીવન માંથી સારો બોધપાઠ મેળવી શકે. આજરોજ તારીખ 12-01-2024 શુક્રવારના રોજ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નગરની સંસ્થા સાથે સંકળાયેલા આગેવાનો તેમજ નગરના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદ યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઝાલોદ નગરના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક અજય ભાટીયા, કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તેમજ સભ્યો, શૈક્ષણિક સંસ્થાના તમામ આચાર્યો, વિધાર્થીઓ તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમાને માલ્યાર્પણ કરી સ્વામી વિવેકાનંદ યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.