કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન શાખા ફતેપુરા દ્વારા ઈજા ગ્રસ્ત કબુતરની સારવાર કરવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન શાખા ફતેપુરા દ્વારા ઈજા ગ્રસ્ત કબુતરની સારવાર કરવામાં આવી
પશુ ચિકિત્સા ડોક્ટર સંગાડા અને તેની ટીમ દ્વારા ઉતરાયણ પર્વમાં ઘવાયા પક્ષોની સારવાર માટે ખડે પગે ઉભા રહ્યા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ઝાલોદ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં કબુતર ઉડી શકાય તેમ નથી ગુજરાત રાજ્ય એનિમલ વેલ્ફર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લા એસપીસીએ ના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા ને જાણ થતા સ્થળ પર જઈ કબુતરને પશુ દવાખાના ફતેપુરામાં લાવી પશુ ચિકિત્સા ડોક્ટર સંગાડા પશુધન નિરીક્ષક બલૈયા દેવુરાજ પ્રજાપતિ કિરણભાઈ પરમાર નિલેશભાઈ લબાના રાકેશભાઈ ટીમ મેમ્બરો દ્વારા સારવાર કરવામાં આવી હતી કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન શાખા ફતેપુરા દ્વારા અબોલા પક્ષીઓને ઉત્તરાયણમાં ધવાયા પક્ષીઓને ખડે પગે ઉભા રહી સારવાર આપવામાં આવી હતી

