લુણાવાડા તાલુકા પોલીસે પશુ ભરેલ પીકઅપ વાન ને ઝડપી પાડ્યું.

રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર

લુણાવાડા તાલુકા પોલીસે પશુ ભરેલ પીકઅપ ડાલાને ઝડપી પાડ્યું

લુણાવાડા તાલુકાના લીમ્બોદ્વા ચોકડીથી સંતરામપુર તરફ કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓ ભરેલ આ પીકઅપ ડાલાને ઝડપી પાડવામાં આવ્યું છે. ડાલાને ઝડપી પાડી પશુઓનો જીવ બચાવી લઈ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. ઠાકર જેવોને બાતમી મળી હતી કે લીમ્બોદ્વા ચોકડી તરફથી એક સફેદ કલરના પીકઅપ વાનમાં મૂંગા પશુઓ ભરી ગોલાના પાલ્લા ગામે થઈ સંતરામપુર તરફ કતલખાને કતલ કરવા માટે લઈ જનાર છે. તેવી બાતમી પીઆઈને મળતા બાતમી આધારે તેઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે ચાકલિયા ચોકડી ઉપર વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમીવાળું આ પિકઅપ ડાલું ત્યાં આવી પહોંચતા તેને ઝડપી પાડવામાં આવ્યું હતું. આ પીકઅપ ડાલામાંથી કતલખાને લઈ જવાતા પાંચ પશુઓ તથા પિકઅપ ડાલું મળી કુલ બે લાખ 75 હજારના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ડાલાના ચાલક વિરુદ્ધ ઇ.પી.કો કલમ 279 તથા પશુ પ્રત્યેઘાતકીપણું અટકાવવા 1960ના કાયદાની કલમ 11,(ડી), (ઇ),(એફ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!