જિલ્લામાં ઉત્તરાયણ પર્વ પર બે દિવસોમાં ૯૯ કેસો ૧૦૮ના ચોપડે નોંધાયા.
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લામાં ઉત્તરાયણ પર્વ પર બે દિવસોમાં ૯૯ કેસો ૧૦૮ના ચોપડે નોંધાયા
ખેડા જિલ્લામાં ઉત્તરાયણવ અને વાસી ઉત્તરાયણ પર્વ પર બે દિવસોમાં ઘાયલ થવાના બનાવો બન્યા છે. આ પર્વ કેટલાક માટે મુસીબત બન્યો છે. બે દિવસો દરમિયાન ધાબા પરથી પડી જવાના અને દોરી વાગવાના બનાવો સાથે અન્ય મળી ૯૯ કેસો ૧૦૮ના ચોપડે નોંધાયા છે.
ખેડા જિલ્લામાં ઉત્તરાયણય અને વાસી ઉત્તરાયણ ધ્યાને લઈને જિલ્લાના ૧૦૮ ઈમરજન્સી વિભાગ દ્વારા ૧૮ એમ્બ્યુલન્સો દોડવામાં આવી હતી. સ્ટાફ ખડે પગે સેવા આપી છે. મકરસંક્રાંતિના દિવસે સામન્ય દિવસો કરતાં ૨૦થી ૨૫ ટકા કેસો વધુ જોવા મળતા હોય છે. ધાબા પરથી પડી જવાના, દોરીથી ગળા પર ઈજાઓ થવાના, અને વાહન અક્સ્માતના બનાવોની સંખ્યા વધુ જોવા મળે છે. જિલ્લાના ૧૦૮ વિભાગમાંથી મળતી માહિતી મુજબ ૧૪ અને ૧૫ જાન્યુઆરી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસો દરમિયાન કુલ ૯૯ કેસો નોંધાયા છે. જેમાં પતંગના દોરા વાગવાના ૨ બનાવો, ધાબા પરથી પડી જવાના કુલ ૭ બનાવો, એકસીડન્ટના ૨૧ અને મારા મારીના ૬ તેમજ ૬૩ અન્ય કેસ મળી કુલ ૯૯ કેસો ૧૦૮ના ચોપડે નોંધાયા છે. આ સાથે દોરી વાગવાના બે બનાવો સામે આવ્યા છે.