એક્સપ્રેસ હાઈવે પર કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી.
એક્સપ્રેસ હાઈવે પર કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઇ
નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સોમવારે સાંજે પસાર થતી એક કારમાં અચાનક આગ લાગી હતી જોકે કારચાલક અને કારમાં સવાર અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક મરીડા ગામની સીમ પાસે પસાર થતા ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે કારમાં લાગી હોવાનું અનુમાન છે. આ બનાવમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવની જાણ નડિયાદ ફાયર બિગ્રેડની ટીમને કરાતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો . સદનસીબે કોઈ જાહાની સર્જાઈ નહોતી. જોકે કાર સંપૂર્ણ લોસ થઈ ગઈ છે.

