બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો બીજો દિવસ : રાષ્ટકલ્યાણ અને રામમંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો બીજો દિવસ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો બીજો દિવસ
રાષ્ટકલ્યાણ અને રામમંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો બીજો દિવસ
મહાયજ્ઞના બીજા દિવસે અગ્નિ સ્થાપના ,મંડળ પુજન, સગ્રહમખ,દુર્ગાસપ્તશતી પાઠ હવન સહીતના કાર્યક્રમ યોજાયા
સહસ્ત્રચંડી મહાયજ્ઞમા વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચાર કરી અરણી પુજન (અગ્નિ પ્રગટાવવામા ) કરવામા આવ્યુ ઝાલોદ તાલુકાના લીમડી નજીક બિલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમા સુખ શાંતી સમ્રૂદ્ધી સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો બીજો દિવસ સવારે 9 કલાક થી પુજાનો પ્રારંભ કરવામા આવ્યો હતો.જેમા મધ્યપ્રદેશ અને બનારસના વિધ્વાન પંડીતો દ્રારા એકાદશ કુંડીય મહાયજ્ઞના બીજા દિવસે અગ્નિ સ્થાપના ,મંડળ પુજન, સગ્રહમખ,દુર્ગાસપત્શતી પાઠ હવન સહીતની પુજાવીધી કરવામા આવી હતી.મહાયજ્ઞના બીજા દિવસે યજ્ઞશાળામા વિધ્વાન પંડિતો દ્વારા અરણી પુજન કરવામા આવ્યુ હતુ.ખાસ આ અરણી પુજનમા પંડીતો દ્વારા શાસ્તોકત મંત્રોચ્ચાર કરી અરણી પુજન (અગ્નિ પ્રગટાવવામા) આવી હતી.શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થી અગ્નિ પ્રગટાવ્યામા આવી હતી.અગ્નિ પ્રગટાવ્યા બાદ 11 જેટલા હવન કુંડમા હવનની શરૂઆત કરવામા આવી હતી.ખાસ કરીને યજમાન સહીતના પ્રજાજનો એ આ અરણી પુજા (અગ્નિ પ્રગટાવવા) નો લ્હાવો લીધો હતો.મંત્રોચ્ચાર થી પ્રગટ થયેલ અગ્નિને જોઈ સૌ કોઈ આશ્ર્ચર્ય ચકિત થયા હતા.કાર્યક્રમના અંતે મહાઆરતી પણ કરવામા આવી હતી.મહાયજ્ઞના બિજા દીવસે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી અને નગરપાલીકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગે પણ પુજનમા બેસી ધન્યતા અનુભવી હતી.