ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન કલ્ચર પ્રિઝર્વેશન પર સંયુક્ત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
અજય સાંસી
અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,દાહોદ ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન કલ્ચર પ્રિઝર્વેશન પર સંયુક્ત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું . તારીખ :18/01/2024ગુરુવાર NSS યુનિટ દ્વારા આજ રોજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.બી. આર. બોદર સાહેબે પ્રાસંગિક ઉદ્બોદન કર્યું હતું. તેમજ આ પ્રોગ્રામના અતિથિ વિશેષ તરીકે ડૉ. જી.જી. સંગાડા સાહેબે પણ પ્રાસંગિક ઉદ્બોદન કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો . આ વકતૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.અપર્ણા અગ્નિહોત્રી મેડમ, ડૉ. નીતા મોદી મેડમ, ડૉ. દિનેશ મુનિયા સાહેબે ભૂમિકા અદા કરી હતી. આ પ્રોગ્રામમાં વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે રોજીયા રોશનીબેન કિશનભાઇ, દ્વિતીય નંબરે શર્મા દિવ્યાંગ ગોપાલભાઈ, અને તૃતિય સ્થાને ગનાવા શિવાની ભગતસિંહ આવ્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિનય પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજેશ ભાભોર સાહેબે તેમજ ડૉ. મેઘના કંથારીયા મેડમે કર્યું હતું.

