પોલીસ દ્વારા કબ્જે લીધેલ મુદ્દામાલ નાગરિકોને પરત સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો.

પોલીસ દ્વારા કબ્જે લીધેલ મુદ્દામાલ નાગરિકોને પરત સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો

નડિયાદ ડિવિઝનમાં ખોવાયેલ, ચોરાયેલ, કબ્જે લીધેલ મુદ્દામાલને ભોગ બનનારને પરત સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ કાર્યક્રમમાં ૧૬.૯૦ લાખનો મુદ્દામાલ ૩૦ ભોગ બનનારને પરત અપાયો છે. નડિયાદમાં પોલીસ કોમ્યુનિટી હોલમાં બુધવારે ખેડા જિલ્લા પોલીસ  નડિયાદ ડિવિઝન દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નડિયાદ ડિવિઝનમાં ખોવાયેલ, ચોરાયેલ, કબ્જે લીધેલ મુદ્દામાલને કોર્ટની ઝડપી પ્રોસેસથી પરત સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી.આર.બાજપાઈ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૨ આર્ટીકલ્સ ૧૬ લાખ ૯૦ હજાર ૫૦૦નો મુદ્દામાલ જેમાં દાગીના, વાહન વિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૦ ભોગ બનનારને હાજર રાખી આ મુદ્દામાલની સોંપણી કરવામાં આવી હતી. પરત મળેલ મુદ્દામાલ મેળવી અરજદારોએ પોલીસ અને ન્યાય પાલિકાનો ઝડપી કાર્યવાહી બદલ આભાર માન્યો હતો. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ ખાસ હાજર રહી જણાવ્યું કે, જિલ્લા પોલીસે સૂરત સીટી પોલીસે અગાઉ કરેલ આ કાર્યક્રમથી પ્રેરણા મેળવી આ કાર્યક્રમ જિલ્લામા સૌપ્રથમ વખત કર્યો છે. પોલીસે ગુનાનુ સત્વરે ડીટેક્શન મેળવી અરજદારોને તેમનો મુદ્દામાલ પરત આપ્યો છે. આ તબક્કે ન્યાય પાલિકાએ પણ ઝડપી પ્રોસેસ કરી આ કેસનો નીકાલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: