દેવગઢ બારીઆ નગરમાં એક શિક્ષિકાના ૪૪ વર્ષીય પતિએ ક્વાટર્સના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
ધ્રુવ ગોસ્વામી / ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ૪૪ વર્ષીય વ્યÂક્તએ જુની પોલીસ લાઈન સામે શિક્ષક ક્વાટર્સમાં અગમ્યકારણોસર રૂમની બારીના સળીયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મહેશભાઈ વાલજીભાઈ સોલંકી (ઉ.વ.૪૪, રહે.દેવગઢ બારીઆ જુની પોલીસ લાઈન સામે શિક્ષક ક્વાટર્સ બ્લોક નં.૧, રૂમ.નં.૪,મુળ રહેવાસી માલવણ, તા.કડાણા,જી.મહીસાગર) ની પÂત્ન દેવગઢ બારીઆ તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવી છે. ગતરોજ મહેશભાઈ વાલજીભાઈ આ શિક્ષક ક્વાટર્સમાં એકલા હતા અને તે સમયગાળા દરમ્યાન તેઓએ અગમ્યકારણોસર નાયલોનની દોરીથી રૂમની બારીના સળીયાએ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહની પી.એમ.અર્થે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે હાલ સી.આર.પી.સી.ની કલમ મુજબના કાગળો તૈયાર કરી આગળની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod

