સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો આજે ચતુર્થ દિવસ (ચોથો દિવસ):ચતુર્થ દિવસે ઈન્દોર પીઠાધીશ્ર્વર પં.પુ.ધં.ધુ.1008 શ્રી ચીન્મયાનંદ સરસ્વતી સ્વામી પધાર્યા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો આજે ચતુર્થ દિવસ (ચોથો દિવસ)
ચતુર્થ દિવસે ઈન્દોર પીઠાધીશ્ર્વર પં.પુ.ધં.ધુ.1008 શ્રી ચીન્મયાનંદ સરસ્વતી સ્વામી પધાર્યા
ચતુર્થ દિવસે સહસ્ત્રચંડી મહાયજ્ઞ મા ખાસ સગ્રહમખ શ્રી દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન કરવામા આવ્યુ
મા ભગવતી ને પ્રસન્ન કરવામા વિશેષ પ્રકારે બનાવેલ ખીરાન (ખીર) અને હલવા અને અલગ અલગ ફળની મહાઆહુતી આપવામા આવી
ઝાલોદ તાલુકાના લીમડી નજીક બિલવાણી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞના ચતુર્થ દીને (ચોથા દિવસે) વિધ્વાન પંડીતો દ્રારા વહેલી સવાર થી પુજાનો પ્રારંભ કરવામા આવ્યો હતો અને મહાયજ્ઞમા બેસેલા યજમાનોને સવારે 10 કલાકે પુજામા બેસ્યા હતા.ત્યારે આજના ચતુર્થ દીને ખાસ ઈન્દોર થી મધ્યપ્રદેશના ઈન્દોરના શ્રી શ્રી વિધ્યાધામ થી પં.પુ.ધં.ધુ.1008 શ્રી ચીન્મયાનંદજી સરસ્વતીજી જેઓ શ્રી વિધ્યાઉપાસક છે તેઓ આજે બિલવાણી ખાતે સહસત્ર ચંડી મહાયજ્ઞ મા પધાર્યા હતા.બિલવાણી મા પુજા કરાવી રહેલ વિધ્વાન પંડીતો દ્રારા પં.પુ.ધં.ધુ.1008 શ્રી ચીન્મયાનંદજી સરસ્વતીજીનુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ.પં.પુ.ધં.ધુ.1008 શ્રી ચીન્મયાનંદજી સરસ્વતીજી એ યજ્ઞશાળામા પધારી સૌને આશીર્વચન આપ્યા હતા.તેમજ આજ ના સમય મા જબરદસ્તી થઈ ધણા લોકોને લોભ,લાલચ આપીને ધર્માતરણ કરવામા આવે છે.તેમજ જે રીતે શરીર અને આત્મા નો સંબધ હોય છે.જેમ શરીર માથી આત્માને અલગના કરી શકે તેમ માનવને પોતાનો ધર્મ છે તમને પણ ધર્મ થી અલગષના કરવો જોઈએ, ધર્મની પરિભાષા धारणा ईती धर्म જે ધારણ કરવા યોગ્ય તે જ ધર્મ છે ,જે રીતે હમ ધર્મ ના બતાવેલા રસ્તા ઉપર ચાલીયે છીયે ત્યારે અમારી રક્ષા પોતે ધર્મ કરે છે.ધર્મો રક્ષતી રક્ષીત: પં.પુ.ધં.ધુ.1008 શ્રી ચીન્મયાનંદજી સરસ્વતીજી એ પોતાના વક્તવ્ય મા આપ્યુ હતુ.ચતુર્થ દિવસે સહસ્ત્રચંડી મહાયજ્ઞમા ખાસ સગ્રહમખ શ્રી દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન કરવામા આવ્યુ હતુ.તેમજ માઁ ભગવતી ને પ્રસન્ન કરવામા વિશેષ પ્રકારે બનાવેલ ખીરાન (ખીર) અને હલવા અને અલગ અલગ ફળની મહાઆહુતી આપવામા આવી .તેમજ આજે બિલવાણી ખાતે મહાયજ્ઞમા દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર,દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી ,દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, સુધીરભાઈ લાલપુરવાળા,મહામંત્રી નરેન્દ્રભાઈ સોની ,રાકૂશભ્ઈ બાકલીયા સહીત ના રાજનેતા ઓ એ પુજાનો લ્હાવો લીધો હતો.