વડોદરા કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી મર્ડર કેસનો મુખ્ય આરોપી એસ.એસ.જી હોસ્પિટલમાં પોલીસને ચકમો આપી બોર્ડર ક્રોસ કરી રાજસ્થાન તરફ ભાગી જવાના પ્રયાસમાં ઝાલોદ પોલીસના હાથે ઝડપાયો
અનવર ખાન પઠાણ
દાહોદ તા.૧૫
ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યા કેસમાં મુખ્ય આરોપી એવો અનીલ ઉર્ફે એનથનીને વડોદરા એસ.ઓ.જી.હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવેલ આ આરોપીએ પોલીસ જવાનને ધક્કો મારી નાસી જતાં વડોદરા પોલીસ બેડામાં ખળભળાટ સાથે દોડધામોના દ્રશ્યો સર્જાયા હતા.આ ફરાર આરોપીને આજરોજ દાહોદ જિલ્લાની ઝાલોદ પોલીસે ઝાલોદ પોલીસ હદ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસને આજે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. વડોદરાની એસ.ઓ.જી.હોસ્પિટલમાં હિસ્ટ્રીસીટર અનીલ ઉર્ફે એનથની ગેગસ્ટર મુકેશ હરજાણીના હત્યા કેસમાં મુખ્ય આરોપી હતો.આ અનીલને એસ.ઓ.જી.હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે લાવવામાં આવ્યો હતો. આ વેળાએ ઉપરોક્ત આરોપીએ હોસ્પિટલમાં અનીલે પોલીસ જાપ્તા જવાનને ધક્કો મારી નાસી ગયો હતો. આ ઘટનાને પગલે રાવપુરા પોલીસ હરકતમાં આવી હતી અને શોધખોળ આદરી દીધી હતી. આ ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસને પણ કરવામાં આવી હતી.ત્યારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન માં દાહોદ એલ.સી.બી પેરોલ ફર્લો તેમજ જિલ્લાની પોલીસે ઉપરોકત ભાગેડુ આરોપીની શોધખોળ આદરી હતી. અનિલ ઉર્ફે એન્થોની પત્ની તેમજ અન્ય એક વ્યક્તિ જોડે પોતાની ઈનોવા કારમાં ભથવાડા ટોલ નાકાના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થવા પામ્યો હતો. આ બાબતની જાણ એલસીબી સહીત જિલ્લાની પોલીસને થતા ઉપરોક્ત વ્યક્તિઓને પકડવા માટે ચારે તરફ ચેકિંગ હાથ ધરાયું હતું જોકે અનિલ ઉર્ફે એન્થોની બોર્ડર પાર કરી રાજસ્થાન તરફ ભાગી જવાના ફિરાકમાં હોય તેને ગાડી ઝાલોદ ઝાલોદ તરફ હંકારી લઇ ગયો હતો. ઝાલોદ પોલીસે ઉપરોકત ઈનોવા કારને રોકતા કારમાં સવાર ત્રણે જણા પોલીસને ચકમો આપી ભાગવા જતાં પોલીસે તેમનો પીછો કરી ઝડપી પાડતા સમગ્ર પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
#Sindhuuday Dahod