નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ વૃધ્ધના અપહરણ- લૂંટ કેસમાં એક ઇસમ ઝડપાયો.

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ વૃધ્ધના અપહરણ- લૂંટ કેસમાં એક ઇસમ ઝડપાયો

નડિયાદમાં હઠીપુરા સીમમાંથી ઉત્તરાયણના આગળના દિવસે વૃધ્ધના અપહરણ વીથ લૂંટના ગુનામાં ગતરોજ પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ થઈ છે. અપહરણ કરનાર લૂંટારૂ ટોળકી બચવા માટે શહેરમાં ન ઘૂસી અને રીંગ રોડનો ઉપયોગ કર્યો પરંતુ બિલોદરા ચોકડી નજીકના સીસીટીવીમા ઝડપાઈ જતાં સમગ્ર મામલે પોલીસને કડી હાથ લાગી હતી.  નડિયાદ રૂરલ પોલીસે કારની પાછળ મોટરસાયકલ ચલાવી લઈ આવતો ઈસમને ફુટેજના આધારે  દસક્રોઈના ગેરતપુર ગામથી ઉઠાવી લાવી છે. નડિયાદમાં ૬૨ વર્ષિય વૃધ્ધ હિરામન વિશ્વનાથ આવ્હાડનુ તા. ૧૩મી જાન્યુઆરીના રોજ અપહરણ થયું હતું. તેઓ મોટરસાયકલ લઈને પોતાની નોકરી સુરાશામળ ખાતે જતા હતા ત્યારે હઠીપૂરા પાસે એક મહિલાએ મોટરસાયકલ પર લીફ્ટ માગી હતી. અને થોડે આગળ પહોંચી આ મહિલાએ બાઈક ઊભુ રખાવ્યું હતું. અને પાછળથી આવેલી આઈ ટેન કારમાં આવેલા ૩ લોકોએ પોલીસની ઓળખ આપી હિરામનભાઈને ધમકાવ્યા હતા. અને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.મહેમદાવાદના સિંહુજ ચોકડી પાસે આ વૃધ્ધને કારમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. અને રોકડ રૂપિયા, સોનાની બે વિંટી તેમજ એટીએમથી નાણાં ઉપાડી કુલ રૂપિયા ૧.૩૪ લાખના મુદ્દામાલ સેરવી ફરાર થયા હતા. ગઇ કાલે  હિરામનભાઈએ આ મામલે અપહરણ- લૂંટની ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોધાવી હતી. જેમાં મહિલા રેખા, રમેશ, જુબેર અને નરેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.અપહરણ કરીને દોડતી કારની આગળ-પાછળ આ નરેશ નામનો ઈસમ હિરામનભાઈનુ મોટરસાયકલ ચલાવીને લાવતો હતો પોલીસને કડી મળી ગઈ હતી. મરીડાથી બાયપાસ જતા બીલોદરા ચોકડી નજીક આવેલા સીસીટીવીમા ઉપરોક્ત અપહરણની કાર તેમજ પાછળ  મોટરસાયકલ ચલાવનાર ઈસમ પકડાયો હતો. નડિયાદ ગ્રામ્ય પોલીસે હ્યુમન ઈન્ટેલીજેન્ટના માધ્યમથી આ વ્યક્તિની ઓળખ છતી કરી હતી. જેનું નામ નરેશ ઉર્ફે નટુ ઉદાજી ડાભી (રહે‌.ગેરતપુર, ઠાકોરવાસ, તા.દસક્રોઈ) હોવાનું જાણવા મળતાં પોલીસે ગેરતપુર તેના રહેણાંક ઠેકાણેથી ગતરોજ ઉઠાવી લાવી છે. અને સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે. નરેશ ઉર્ફે નટુ પાસેથી ઉપરોક્ત ગુનામાં વપરાયેલી કાર સહિત રોકડ રકમમાંથી ૪ હજાર ૫૦૦નો મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મળી છે. આ ઉપરાંત આ ગુનામાં અન્ય તેનો સગોભાઈ રમેશ ઉદાજી ડાભી (રહે‌.ગેરતપુર, ઠાકોરવાસ, તા.દસક્રોઈ), જુબેર અહેમદ ઉસ્માનભાઈ શેખ (રહે.અમદાવાદ) અને રેખા (રહે.અમદાવાદ) હજી પોલીસ પકડથી ફરાર છે. પોલીસ પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: