પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનિમિતે નડિયાદ સંતરામ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
નરેશ ગનવાણી નડિયાદ
પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનિમિતે નડિયાદ સંતરામ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
તા. ૨૨ મીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાને નૂતન ભવ્યાતિ ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામમહારાજના સમાધિ સ્થાને મહંત રામદાસજીમહારાજના સાંનિધ્યમાં રામધૂન સહિતવિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.મૂર્તિપ્રતિષ્ઠાના દિવસે સોમવારે સવારે ૯.૩૦કલાકે પ્રભાતફેરી . બપોરે અયોધ્યાથી પ્રભુ શ્રીરામની મૂતિ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણદર્શન માટે વિશાળ સ્કીન ગોઠવવામાં આવશે. સાંજે મંદિરમાં દેવદિવાળીને જેમ દીપમાળા કરવામાં આવશે.તા. ૨૨મીએ અયોધ્યામાં નૂતન મંદિરમાંશ્રીરામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઇનેનડિયાદ સહિત જિલ્લામાં દિવાળી ઉત્સવ પર્વ જેવો માહોલ છવાઇ ગયો છે. આ મહોત્સવના દિવસે સોમવારે મંદિરમાં સંતરામ મહારાજ સમાધિ સ્થાને મહંત રામદાસજી મહારાજના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં તા.૨૧ જાન્યુઆરી સવારે ૯ કલાકે શોભાયાત્રા,બપોરે ૩ થી ૪ કલાકે સ્થાપનવિધિ,બપોરે ૪ થી ૪.૩૦ કલાકે પુષ્પાધિવાસ,સાંજે ૪.૩૦ કલાકે : ધૃતાધિવાસ,સાંજે ૫ થી ૫.૩૦ કલાકે : અન્નાધિવાસતા. ૨૨ જાન્યુઆરી બપોરે ૧૨ થી ૧ કલાકે પ્રાણપ્રતિષ્ઠા,સાંજે ૫ કલાકે પૂર્ણાહુતિ,સાંજે ૫.૩૦ કલાકે ભોજન પ્રસાદીઅયોધ્યામાં ભગવાન શ્રીરામના પુન: નિજ મંદિરપ્રવેશના પાવન અવસરે નડિયાદના શ્રી સંતરામસમાધિ સ્થાન ખાતે આનંદોત્સવની ઉજવણીકરવામાં આવશે. દિવસભર યોજનારા વિવિધકાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભાગલેશે. ૨૨ જાન્યુઆરીએ પોષ સુદ ૧૨ ના રોજસવારે ૬.૩૦ કલાકે પ્રભાતફેરીનું આયોજનકરવામાં આવ્યું છે. સવારે ૬.૩૦ થી ૭.૩૦ સુધીપ્રભાતફેરીમાં શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રીસંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓનગર નડિયાદના જુદા જુદા વિસ્તારોમાં શ્રી રામજય રામ જય જય રામ ના કિર્તન સાથે ફરશે.બાદમાં સવારે ૮.૩૦ થી ૯.૧૫ કલાક દરમિયાનશ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.