ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના ખોવાઈ ગયેલ વ્યક્તિને મિલન કરાવતી બાંસવાડાની સદભાવના સંસ્થા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના ખોવાઈ ગયેલ વ્યક્તિને મિલન કરાવતી બાંસવાડાની સદભાવના સંસ્થા
નગરના સામાજિક કાર્યકર મનીષ પંચાલ દ્વારા ગરાડું ખાતે ખોવાઈ ગયેલ વ્યક્તિના પરીજનો સાથે સંપર્ક કરી મીલન કરાવ્યું ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના કમલેશભાઈ 35 દિવસ થી ધરે કહ્યા વગર ચાલ્યા ગયા હતા તેમના પરિવારજનો દ્વારા તેમની ખુબ શોધખોળ કરવામા આવી હતી. આસપાસના દરેક વિસ્તારોમાં તેઓ દ્વારા ઘર છોડી ગયેલ વ્યક્તિની શોધખોળ કરી પણ કોઈ પણ જાતના સમાચાર મળ્યા ન હતા. ગરાડું ગામે થી કહ્યાં વગર ચાલી ગયેલ વ્યક્તિ બાંસવાડા નીકળી ગયેલ હતી. આ વ્યક્તિનું દિમાગ થોડું અસ્થિર હતું તેઓ બાંસવાડામા અલગ અલગ વિસ્તારમાં ફરતા જોવાતા ત્યાંની સેવાકીય સંસ્થાની તેના પર નજર પડી હતી. બાંસવાડામાં નરેશભાઈ પાટીરની સંસ્થા સદભાવના સંસ્થાના દ્વારા તેનમે રાખી કમલેશભાઈની સેવા કરવામા આવી અને તેમની ઉંડાણ પૂર્વક પુછપરછ કરાતા ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના હોવાની જાણ થતાં પિયુષભાઈએ ઝાલોદના સામાજિક કાર્યકર મનિષભાઈ પંચાલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મનિષભાઈ પંચાલ દ્વારા ગરાડુના મેહુલભાઈ વાલ્મિકીનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે ખોવાઈ ગયેલ વ્યક્તિના પરિવારનો સંપર્ક કરી જણાવીને 35 દિવસ થી અસ્થિર વ્યકિતનુ પરિવાર સાથે પુન: મીલન કરાવ્યુ હતું.

