નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં રામ ભક્તિ કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં રામ ભક્તિ કાર્યક્રમ યોજાયો
૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો તેની ખુશીમાં મંગળવાર ના રોજ સી. બી પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે રામ ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શરૂઆતમાં જય શ્રી રામના નારા સાથે રેલી નીકળી હતી ત્યારબાદ રામ ભક્તિ કાર્યક્રમમાં રામ ના જીવન સાથે સંકળાયેલ વિવિધ કથા પ્રસંગો રૂપી રામ ભક્તિ પ્રસંગ નું વર્ણન, રામ ભજન,રામ સ્તુતિ તેમજ રામકથા ના ગીતો નું ગુંજન વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ અભિવ્યક્તિ રજૂ કરી હતી.આચાર્યએ આ કાર્યક્રમ દ્વારા શિક્ષણ સાથે અધ્યાત્મની મહત્તા પર પ્રકાશ પાડી આર્શીવચન આપ્યા હતા. આચાર્ય ના માર્ગદર્શન થી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર ડો.કલ્પના ભટ્ટ, સહ કન્વીનર ડો .સુરજબેન વસાવા અને પ્રા.ભારતીબેન સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી કમલેશ સોઢાએ કર્યું હતું.