સંસ્કૃતભારતી મહીસાગર અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ની ઓનલાઈન મીટીંગ યોજવામાં આવી હતી
સાગર પ્રજાપતિ
સુખસર તા/16
સંસ્કૃત ભારતીય મહીસાગર અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા online મીટીંગ તારીખ 10/5/2020ના રોજ યોજવામાં આવી હતી
10/05/2020ના રોજ ડૉ.નરેશભાઈ વણઝારા – મહિસાગર જિલ્લા સંયોજક સંસ્કૃતભારતી તેમજ અધ્યાપક આર્ટ્સ કોલેજ માલવણ દ્વારા ઓનલાઇન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
સંસ્કૃત ભાષાના સંરક્ષણ – સંવર્ધન માટેની આ મિટિંગમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ,ગોધરા ના કુલપતિ માનનીય ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ રજીસ્ટ્રાર ડૉ.અનિલભાઈ સોલંકી ,મીડિયા કન્વીનર ડૉ.અજયભાઈ સોની , ડૉ.રાજેશ વ્યાસ ,ઈ.સી. મેમ્બર પ્રા.સ્નેહા મેડમ, પ્રિ. ડૉ.આશિષ દવે, પ્રિ.ડૉ.સી એમ પટેલ, પ્રિ. ડૉ મહેશ મહેતા, પ્રિ.ડૉ.દિનેશ પી માછી, પ્રિ.ડૉ દિનેશ આર માછી તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના આચાર્યશ્રીઓ અને સંસ્કૃત વિષયના અધ્યાપકશ્રીઓ જોડાયા હતા. મહિસાગર જિલ્લાના તમામ તાલુકાના જેવાકે લુણાવાડા, કડાણા , સંતરામપુર ,વિરપુર ,ખાનપુર અને બાલાસિનોરના સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ અને શિક્ષકો ઓનલાઇન જોડાઈ આ મીટીંગને સફળ બનાવી હતી.
સંસ્કૃતભારતીમાંથી શ્રી હિમાંજયભાઈ પાલિવાલ -પશ્ચિમ ક્ષેત્ર સંગઠનમંત્રી સંસ્કૃતભારતી તેમજ ડૉ.જીતેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ -પ્રાંતમંત્રી સંસ્કૃતભારતી, ડૉ.રઘુરામ લશ્કરી-નડિયાદ વિભાગ સંયોજક, તેમજ અન્ય કેટલાક મહાનુભાવો જોડાયા હતા.
કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ વિશે ખુબ જ સુંદર રીતે વાત કરી હતી. તેમજ શ્રી હિમાંજયભાઈ પાલિવાલ સંસ્કૃતભારતીની કાર્યપ્રણાલી, પરિચય અને મહિસાગર જિલ્લામાં સંસ્કૃતભારતી આગામી સમયમાં કઇ રીતે કાર્ય કરશે તેની માહિતી આપી હતી. મહિસાગર જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓના પણ જે સંસ્કૃતાનુરાગી આ મિટિંગમાં જોડાયા, જેમનો સાથ સહકાર મળ્યો તે સર્વેનો મહીસાગર સંસ્કૃતભારતી જિલ્લા સંયોજક વતી ડૉ. નરેશભાઈ વણઝારાએ આભાર વ્યક્ત કર્યો હતો.
#Sindhuuday Dahod