ઝાલોદ તાલુકાના લીમડી મથકમાં અજાણ્યા વાહનની અડફેટે આવતા યુવકનું મોત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી મથકમાં અજાણ્યા વાહનની અડફેટે આવતા યુવકનું મોત
તારીખ 23-01-2024 ના રોજ અંદાજીત રાત્રીના 08:45 વાગે ઝાલોદ તાલુકાના લીમડી મથકના ખુટનખેડા ગામનો યુવક અવિનાશ રાકેશ પરમાર ઉ.19 વર્ષ લીમડી ગોધરા રોડ પર પોતાનું વાહન GJ-20-BF-7955 લઈને જઈ રહેલ હતો તે દરમિયાન પલાસ પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા પૂરપાટ આવતા વાહન સાથે અડફેટમાં આવી જતાં રોડ પર પટકાઇ જતાં માથા અને શરીરના ભાગે ઇજા થયેલ હતી. ઇજા થતાં તેના પરિવારજનો દ્વારા લીમડી સરકારી દવાખાનામાં લઈ જતા વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતો ત્યાં ડોક્ટર દ્વારા તપાસવામાં આવતા અકસ્માત થયેલ યુવકનું મોત થઈ ગયેલ જાણવા મળતા મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ લીમડી પોલિસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.