ઝાલોદ સમસ્તનું ગૌરવ વધારતી આર્ટ્સ કોમર્સ કોલેજની છાત્રા કુ.મેઘના વસૈયા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ *
ઝાલોદ સમસ્તનું ગૌરવ વધારતી આર્ટ્સ કોમર્સ કોલેજની છાત્રા કુ.મેઘના વસૈયા
આગામી પ્રજાસતાક દિનની ઉજવણી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ ખાતે અતિ ભવ્ય સમારોહ યોજી કરવામાં આવનાર છે.ઉક્ત સમારોહમાં રાજ્યભરની વિવિધ યુનિવર્સિટીઓના એન.એસ વિભાગના કેડેટ્સ પણ પોતાની યોગ્યતા સિદ્ધ કરી પસંદ કરાય છે.વર્ષ 2024 ની આ ખાસ ઉજવણીમાં ઝાલોદ કોલેજની એન.એસ.એસ કેડેટ કુ.મેઘના પ્રજાસતાક દિનની પરેડમાં ભાગ લઈ સમગ્ર દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે.આ ગૌરવશાળી ક્ષણે કોલેજના આચાર્ય,સ્ટાફ સદસ્યો અને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો.બહાદુરસિંહ ગોહિલે કુ.મેઘનાને યુનિટનું નામ રોશન કરવા બદલ અને સમગ્ર ઝાલોદ પંથકનું નામ રોશન કરવા બદલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.

