નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની શ્રધ્ધા ભેર ઉજવણી કરવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની શ્રધ્ધા ભેર ઉજવણી કરવામાં આવી
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી .આ દિવસનું અનેરૂ મહત્વ છે. જે બાળકો બોલતા ના હોય તેવાબાળકો બોલતા થાય તેવી આસ્થા સાથે બોરની ઉછામણી ક૨વામાં આવે છે. આ પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત ભરમાંથી આવતા હજારો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે બોરાની ઉછામણી કરી હતી નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન ધ્વારા સંતરામ જ્યોતની બાધા રાખવામાં આવે છે. બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે બોર ઉછાળીશ. આજે લોકોએ પોતાની માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ સંતરામ મંદિરે બોર ઉછાળ્યાં અને પોતાની બાધા પૂરી કરી હતી. ઉછાળેલા બોરને ભક્તો પ્રસાદ તરીકે સ્વીકારે છે. સંતરામ મંદિર ‘જય મહારાજ’ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. જિલ્લા સહિત રાજ્ય ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિરમાં આવે છે. બાળક બોલતું ના હોય કે તોતડું બોલતું હોય તે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે. મંદિર દ્વાર આજે રસોડાના ભંડારની વ્યવસ્થા પણ આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી છે.