દાહોદ શહેરની યુવતીના પ્રેમીએ સગાઈ વાળા યુવકને ફોન મેસેજ ફોટા મોકલવાની ધમકી આપતા સગાઈ તોડવાના ઇરાદે યુવતી ના ઘરે પહોંચેલ પ્રેમીને 181 અભયમ એ સબક શીખવ્યું..
અજય સાસી
દાહોદ શહેરની યુવતીના પ્રેમીએ સગાઈ વાળા યુવકને ફોન મેસેજ ફોટા મોકલવાની ધમકી આપતા સગાઈ તોડવાના ઇરાદે યુવતી ના ઘરે પહોંચેલ પ્રેમીને 181 અભયમ એ સબક શીખવ્યું.
મહિલા એ 181 અભયમ ને ફોન કરી જાણ કરેલ .કે મારે દાહોદના બાજુના ગામના છોકરા જોડે બે વર્ષથી પ્રેમ સંબંધ અમારી બંને ની મરજીથી હતો .પણ તે યુવક વધારે જ દારૂનું વ્યસન કરતો. આથી મહિલાએ તેને લગ્ન કરવા માટે ના પાડેલ અને મહિલાએ તેના પરિવાર એ પસંદ કરેલ તેમના સમાજના યુવક જોડે મહિલાની મરજી, પસંદ થી સગાઈ કરેલ છે. તો મહિલાના પ્રેમીને જાણ થતા મહિલાના સગાઈ વાળા છોકરાનો મોબાઈલ નંબર લઈ તેને ફોન કરી. તેઓના પ્રેમ સંબંધ વિશેની જાણ કરેલ અને મેસેજ કરેલ .હવે ફોટા મોકલવાની ધમકી આપે છે.મહિલાના ઘર આગળ આવીને ફોન કરે હેરાનગતિ કરે છે . આથી મહિલાએ તેના પ્રેમીને સમજાવવા 181 અભયમ દાહોદ ટીમની મદદ માગેલ .181 અભયમ ટીમ દાહોદ એ મહિલાના પ્રેમીના ઘરે મહિલા જોડે ગઈ પ્રેમી અને તેના પરિવારનું બંને પક્ષનો વ્યક્તિગત કાઉન્સિલિંગ કરેલું .કાયદાકીય માર્ગદર્શન આપી. પ્રેમી( યુવક)ને સમજાવેલ. યુવક એ પોતાની ભૂલ સ્વીકારી અને લેખિત આપેલ કે હવે પછી એવી ભૂલ ભવિષ્યમાં બીજી વાર નહીં કરું .અને તે મહિલાને હેરાનગતિ નહીં કરુ. 181 અભયમ એ મહિલા અને તેના પ્રેમીના બંનેના મોબાઇલમાંથી બંનેના પ્રેમ સંબંધ ના ફોટા મેસેજ કોન્ટેક નંબર બધું જ એકબીજાના હાથે બંનેની મરજીથી ડીલીટ કરાવેલ .યુવકને 181 અભયમ એ સમજાવેલ. લેખિત લઈ સમાધાન કરેલ.મહીલાએ 181 અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરેલ