રીક્ષામાં ભૂલી ગયેલા દાગીનાની બેગ પોલીસે કેમેરાની મદદથી શોધી માલિકને પરત આપી.


નરેશ ગનવાણી નડિયાદ
રીક્ષામાં ભૂલી ગયેલા દાગીનાની બેગ પોલીસે કેમેરાની મદદથી શોધી માલિકને પરત આપી

અમદાવાદથી લગ્ન માણવા આવેલા બે મહિલાઓ રીક્ષામાં દાગીનાની બેગ ભૂલી જતાં નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર)એ ગણતરીના સમયમાં રીક્ષા ચાલકને શોધી બેગ મુળ માલિકને પરત આપી છે.
નડિયાદ શહેરમાં પવનચક્કી રોડ ઉપર રહેતા ગંગારામ પૂજાભાઈ દેસાઈના ઘરે લગ્નમાં તેમની ભત્રીજી રેખાબેન વિજયભાઈ ભરવાડ અને સોનલબેન ભરતભાઈ ભરવાડ અમદાવાદ થી નડિયાદ આવ્યા હતા. શહેરના મિલના ઝાંપા પાસે ઉતરી એસઆરપી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે રહેતા પોતાના પિતાના ઘરે જવા રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન તેઓ કપડા તેમજ સોનાના દાગીના વાળી બેગ રીક્ષામાં જ ભૂલી ગયા હતા. ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસમાં અરજી આપતા શહેરના નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર)એ રૂટ ઉપર આવેલા તમામ સીસીટીવી સમય અને તારીખે ફુટેજ જોયા  અને ગણતરીના સમયમાં જ  સરનામું મેળવી રીક્ષા માલિકના ઘરે તપાસ કરી ભૂલી ગયેલા દાગીના અને કપડા ભરેલ બેગ પરત મેળવી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: