બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે રંગે ચંગે પ્રજાસત્તાક દિનની ઉજવણી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે રંગે ચંગે પ્રજાસત્તાક દિનની ઉજવણી.
બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે ગરાસિયા નિરાલીબેન શરદભાઈના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.આ પ્રસંગે શાળાના બાળકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય રાજેશ.એસ.પંચાલે પ્રજાસત્તાક દિનની ઉજવણી વિશે પ્રવચન આપ્યું. તેમજ દેશની આઝાદીમાં વીર શહીદોનું બહુમૂલ્ય યોગદાન રહ્યું તેની સમજ આપી. શિક્ષણ અને સ્વચ્છતા વિશે પણ ગ્રામજનોને જાગૃત રહેવા કહ્યું. આ પ્રસંગે ગામના વયો વૃદ્ધ વસૈયા કલાભાઈ ફતાભાઈનું શાળાના આચાર્ય રાજેશ કુમાર પંચાલ, ચેતનભાઇ વસૈયા તેમજ અમૃતભાઈ કટારા દ્વારા સાલ ઓઢાડી, ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તંબોલીયા ધુળી બેન નું પણ પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવી નિમણૂક પામેલા શિક્ષિકા અંકિતાબેન પટેલ તેમજ પટેલિયા મનિષાબેનનું પણ પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેતનભાઇ વસૈયા દ્વારા ગ્રામજનોને જાગૃત રહી બાળકોને શાળા સુધી મોકલવા દરેક વાલીઓને વિનંતી કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રાજેશ પંચાલે કાર્યક્રમમાં પધારેલ સૌ ગ્રામજનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

