મહેમદાવાદમાં અજાણ્યા શખ્સોએ આધેડની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ.
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદમાં અજાણ્યા શખ્સોએ આધેડની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ
મહેમદાવાદ વાત્રક નદી કાંઠે આવેલ ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર રહેતા આધેડને કોઈએ રાત્રે બોથડ પદાર્થ મારી હત્યા કરી છે. સવારે મહેમદાવાદ પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો.મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલ ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર રહેતા કાળુભાઇ ફુલાભાઇ ભોઈ નામના વ્યક્તિનો મૃતદેહ તેમના ઘરમાં ખાટલા પરથી આજે રવિવારે સવારે મળી આવ્યો છે. ચહેરાના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરવામાં આવી છે. સ્થાનિકોએ આ બનાવની જાણ મહેમદાવાદ પોલીસને કરતા પોલીસે બનાવ સ્થળે દોડી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મોં અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોત નીપજવ્યું છે અને આ સંપૂર્ણ ઘટના કદાચ મોડી રાત્રે બની હોવાની શક્યતા છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા તેમજ કપડવંજ ડીવાયએસપી અને જિલ્લા એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે પોહોચી એફએસએલ મદદથી કળીઓ મેળવી રહી છે. પોલીસે બનાવ સ્થળે પર તપાસ કરતા તીજોરી પણ ફંફોસી છે જેથી લૂંટ હોવાની પણ શક્યતા છે. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી નિવેદનના આધારે કાર્યવાહી આરંભી છે. આ બનાવ સંદર્ભે કપડવંજ વિભાગના ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યું કે કોઈ અજાણ્યા લોકો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જોકે અમે અલગ અલગ દિશામાં પુછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. હાલ પીએમની કાર્યવાહી હાથ ધરી છે.