નડિયાદમાં સબસિડી વાળું યુરિયા ખાતર રિ.પેકીંગ કરી વેચવાનુ કૈભાડ ઝડપાયું
નરેશ ગનવાણી નડિયાદ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં સબસિડી વાળું યુરિયા ખાતર રિ. પેકિંગ કરી વેચવાનુ કૈભાડ ઝડપાયું
કૃષિ પ્રધાન દેશમાં હવે યુરિયા ખાતર જે સરકાર દ્વારા ખેડૂતોને રાહતદરે આપવામાં આવે છે તેમાં પણ કૌભાંડ ઉજાગર થયું છે.
વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી સબસીડી યુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડતાલ પોલીસે બાતમીના આધારે ૨૧મી જાન્યુઆરીના રોજ વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ ઉપર આવેલ સંકલ્પ ગોડાઉનમાં તપાસ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, આ ગોડાઉનમાંથી બીલ કે આધાર પુરાવા વગરની યુરીયા ખાતરની થેલીઓનુ રી-પેકીગ કરવામાં આવી રહ્યું છે. આથી પોલીસે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને સાથે રાખી ગોડાઉન પર છાપો માર્યો હતો.
પોલીસે ગોડાઉન પર હાજર સલમાન સલીમ યુસુફ મન્સુરી રહે. ૧૯, જૈનબ ટાઉનશીપ સલાટીયા રોડ, પરિવાર પાર્ટી પ્લોટ પાસે, આણંદને સાથે રાખી ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી યુરીયા ખાતરની કોથળીઓ નંગ-૨૫૦ કિ.રૂ.૬૬ હજાર ૬૩૩ તથા યુરીયા ખાતરનો પાવડર ભરેલ પ્લા, ની કોથળીઓ નંગ-૨૧ અને ખાલી પ્લા.ની કોથળીઓ નંગ-૧,૧૩૫ તેમજ અન્ય ખાતરની કોથળીઓ મળી આવી હતી પોલીસે આ ખાતર સંબંધી જરૂરી પુરાવા માંગતા સલમાન મન્સૂરીએ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.
પોલીસે ખાતર સહિતનો જથ્થો કબજે કરી તેની અટકાયત કરી હતી સાથે ખેતીવાડીના અધિકારીએ ખાતરના નમુના લઇ ચકાસણી અર્થે લેબોટરીમાં મોકલી આપ્યા હતા. પોલીસે સલમાન મન્સૂરીની પૂછપરછમાં ગોડાઉન ખાતે ખાતરનો જથ્થો નડિયાદના સલુણ ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ લઈને આવતો હતો. જેમાં તેને સારા યુરીયા ખાતરની એક ગુણના .રૂ.૩૦૫ અને જો લાલ કણ વાળુ ખાતર હોય તો એક ગુણના રૂપિયા ૨૯૦ લેખે ચૂકવવામાં આવતા હતા ગોડાઉનમાં તમામ ખાતર ભેગું કરી હર્ષિલ પટેલ નામના ઈસમ મોબાઈલ પર સંપર્ક કરી ચીખલી ખાતે આવેલ વેસ્ટન કંપનીમાં મોકલવામાં આવતું હોવાનું બહાર આવ્યો છે.
બીજી તરફ નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીએ ખાતરના નમુના ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા તેના રિપોર્ટમાં ગોડાઉનમાંથી કબ્જે લેવામાં આવેલ તમામ કોથળીઓમા ખેતીવાડી વપરાશ માટેનું સબસીડી યુક્ત નિમ કોટેડ યુરિયા ખાતર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આથી પોલીસે હાથ ધરેલ તપાસમાં સલુણ ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ ગોડાઉનમાં ખેતીવાડી વપરાશનું સબસીડી યુક્ત યુરિયા ખાતર આપી જતો હતો આ રાહત દરના ખાતરને ઉંચા ભાવે વેચવાના હેતુસર આણંદનો સલમાન સલીમ યુસુફ મનસુરી ગોડાઉનમાં રી પેકિંગ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આથી પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મન્સૂરી, સલુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ ૩ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

