નાણાંની ઉચાપત કરવાનો પ્રયાસ કરનાર બે ઠગ વિરૂધ્ધ પોલિસ ફરિયાદ.
રમેશ પટેલ
તેર વર્ષ અગાઉ લીમખેડાં તાલુકાના ઢઢેલા ગામે જામનગર વિભાગના ધ્રોલ ડેપોની એસ.ટી.બસથી થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત મુસાફરોના નામથી કલેઈમ મેળવવા તેમજ ઈજાગ્રસ્તોને લોન અપાવવાના તેમજ આદિવાસી પરિવારોને સહાય અપાવવાની લાલચઆપી છેતરપીંડીથી તેઓની પાસેથી જરૂરી આધાર પુરાવા તથા કાગળો મેળવી લીમખેડા તથા દાહોદ કોર્ટમાં બનાવટી ખોટી કુલ ૩૪ એમ.એસિટી કલેઈમ અરજીઓ દાખલ કરાવી એસટી વિભાગના નાણાની ઉચાપત કરવાના ઇરાદે ખોટા કલેઈમ પકવી છેતરપીડી કરનાર એક મહિલા સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થયાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત વિગત અનુસાર એસ.ટી.ખાતાના જામનગર વિભાગના ધ્રોલ ડેપોની જીજે-૧૮ વાય-૩૨૧૯ નંબરની સરકારી એસટીબસનો ગત તા. ૨-૮- ૨૦૧૧ના રોજ લીમખેડા તાલુકાનાઢઢેલા ગામે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં એસટી બસમાં બેઠેલ સાતેક માણસોને ઈજાઓથઈ હતી. જે બાબતે લીમખેડા પોલિસ સ્ટેશનમાં માર્ગ અકસ્માતનો ગુનો નોંધાયો હતો. જે ગુનાના કામે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઈજા પામેલ લોકોના નામથી ક્લેઈમ મેળવવા ગોધરાના અશોકભાઈ કાશીરામ સોલંકી તથા દાહોદ ગોદીરોડની દિવ્યાબેન અમૃતલાલ પરમારે ઈજાગ્રસ્તોને લોન આપાવવાની, આદિવાસી પરિવારોને નાણાકીય સહાય અપાવવાની લાલચ આપી છેતરપીડીથી તેઓ પાસેથી જરૂરી આધાર-પુરાવા તેમજ કાગળો મેળવી લીમખેડા તથા દાહોદ કોર્ટમાં બનાવટી ખોટી કુલ-૩૪ એમ.એ.સીટી-કલેઈમ અરજીઓ દાખલ કરાવી ખોટી રીતે એસ.ટી.વિભાગના નાણાંની ઉચાપત કરવાના ઈરાદે ખોટો કલેઈમ પકવી ઈજાગ્રસ્તો તેમજ એસ.ટી.વિભાગ સાથે છેતરપીંડી કરી હોવાનું ગોધરા એસ.ટી.વિભાગીય કચેરીના વિભાગીય પરિવહન અધિક્ષક મિતેષભાઈ હસમુખભાઈ સોલંકી દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં બહાર આવતાં મિતેષભાઈ સોલંકીએ ઉપરોકત બંને ઠગ વિરૂધ્ધ લીમખેડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઈપિકો કલમ ૪૦૬, ૪૨૦, ૨૦૯ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.