દાહોદની કોંગ્રેસ પાર્ટી પરપ્રાંતીય વહારે : દેવગઢબારિયા ખાતે રોકાયેલા ૪૦ જેટલા શ્રમિકો નું ભાડું ચૂકવી તેઓના વતન ખાતે રવાના કરાયા
અનવર ખાન પઠાણ
દાહોદ તા.17
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢબારિયા ખાતે રોકાયેલા ૪૦ જેટલા મહારાષ્ટ્રના પરપ્રાંતિય શ્રમિકોની વહારે આવ્યો હોવાનું જાણવા મળે છે. દેવગઢબારિયા ખાતે lockdown ની પરિસ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ૪૦ જેટલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાવ ગામના શ્રમિકો દેવગઢ બારીયા ખાતે રોકાયેલા હતા. આ શ્રમિકોને તેઓના વતન સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી સાથે આ શ્રમિકોને ખાનગી વાહન મારફતે ૪૦ શ્રમિકોના અવર જવરના તમામ ખર્ચાઓ દાહોદ કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓએ ઉપાડી આ શ્રમિકોને મહારાષ્ટ્ર પહોંચાડવા માટે ખાનગી વાહન મારફતે રવાના કરવામાં આવ્યા હતા.
Sindhuuday Dahod

