ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ
ટ્રાફિક અવેરનેસ, ગામડાના કુરિવાજો, સોશિયલ મીડિયા ફ્રોડ, મહિલાઓને લગતા કાયદા જેવા મુદ્દાઓ પર સમજ અપાઈ ઝાલોદ નગરમાં 31-01-2024 બુધવારના રોજ બાજરવાડા મુકામે જાહેર જનતાને માર્ગદર્શન મળે તેવા જાહેર મુદ્દાઓને લઈ ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. લોકોને જાગૃત કરવા તેમજ વિવિધ કાયદાની સમજ આપવાં માટે આ સભા યોજાઈ હતી. રાત્રી સભામાં ટ્રાફિક અવેરનેસ વિશે સમજ અપાઈ જેમાં હેલ્મેટ ફરજિયાત પહેરે અને સ્પીડમાં વાહન ન ચલાવે તેમજ બે વ્યક્તિ થી વધુ વ્યક્તિ બાઇક પર સવાર ન રહે તેમજ ગાડીનો વીમો અને ગાડીની આર.સી બુક મોબાઈલમાં સાથે રાખવી જેવા મુદ્દા પર સમજ અપાઈ ત્યાર બાદ મોબાઇલ દ્વારા થતી છેતરપિંડી વિશે પણ સમજ અપાઈ જેમાં બેંક ખાતું ધરાવતા કોઈ વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિને ઓ.ટી.પી ન આપવો, કોઈ પણ મોબાઇલ એસ.એમ.એસ સમજ્યા વિચાર્યા વગર ફોરવર્ડ ન કરવા તેમજ અજાણ્યા વ્યક્તિને પોતાનો ફોન નહીં આપવો જેવી સમજ અપાઈ. ગામડાઓમાં ચાલતા કુરિવાજો પર પણ વિશેષ ચર્ચા કરાઇ હતી. કુરિવાજો બંધ કરી પોતાની આવક વધારી કુટુંબને મદદરૂપ કેવી રીતે બનવું છેલ્લે મહિલાઓને કાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી. કયા કાયદાઓ થકી કેવી રીતે મહિલાઓ પર થતા અત્યાચાર નિવારી શકાય તે વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી. છેલ્લે ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઇ માળી ,પી.એસ.આઈ સિસોદીયા દ્વારા ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે પોલીસનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવી હતી તેમજ કાયદો કોઈ વ્યક્તિ હાથમાં ન લે તેવી માહિતી અપાઈ હતી. આમ બાજરવાડા મુકામે રાત્રી સભા દરમ્યાન જાગૃતિ હેઠળ અપાયેલ સૂચનો થી ઉપસ્થિત સહુ લોકોને માહિતગાર કરવામાં પોલિસ દ્વારા સુંદર પહેલ કરાઇ હતી.