ઘાનપુર પોલિસને અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં મળી સફળતા.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઘાનપુર પોલિસને અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં મળી સફળતા

 પોલિસ અધિક્ષક રાજદિપ ઝાલા દ્વારા ગુનેગારોને ઝડપી પાડવા તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિ કરનાર ઇસમો પર વોચ રાખી ઝડપી પાડવા સૂચના આપવામાં આવેલ તે અન્વયે લીમખેડા વિભાગના મદદનીશ પોલિસ અધિક્ષક વિશાખા જૈન દ્વારા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા માટે વ્યૂહાત્મક કામગીરી કરવા જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપેલ જેનાં અનુસંધાને દેવગઢ બારિયા પો.ઇ ગઢવીની સૂચના મુજબ ઘાનપુર પો.ઇ આર.જી.ચુડાસમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીને આધારે ઘાનપુર પોલીસ સ્ટેશન પ્રો.હી ગુન્હામા સંડોવાયેલ છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી ચેતન સામત વાખળા ધાનપુર તેનાં ઘરે હાજર હોવાની માહિતીને આધારે તેના આરોપીના ઘરને કોર્ડન કરી ઝડપી પાડવામાં ધાનપુર પોલીસને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. 
બીજા એક ગુનામાં ધાનપુર પોલીસને ચોક્કસ બાતમીને આધારે અલગ અલગ ચાર જેટલા પ્રો.હી ગુન્હામાં સંડોવાયેલ આરોપી નિલેશ અભેસિંહ તડવી જે છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો તેને તેના ઘરે થી પકડી પાડવામાં ધાનપુર પોલીસને સફળતા મળેલ હતી. આમ એક જ દિવસમાં અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડવામાં ધાનપુર પોલીસને સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: