હનુમાનજી મંદિરના પૂજારીની હત્યાના કેસમાં પોલીસે હત્યારાને ઝડપી પાડયો.
હનુમાનજી મંદિરના પૂજારીની હત્યાના કેસમાં પોલીસે હત્યારાને ઝડપી પાડયો
મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિર માં સુતેલા પૂજારીની ચોરી કરવાના ઇરાદે ઘૂસેલા શખ્શે હત્યા કરી હતી. માત્ર પાંચદિવસમાં પોલીસે ગુનાનો પર્દાફાશકરતા મહેમદાવાદના રેલવે સ્ટેશનનજીકથી હત્યારાને ઝડપી પાડયો મહેમદાવાદની વાત્રક નદીના કિનારે હનુમાન મંદિરના પુજારી કાળુભાઈ ફુલાભાઈ ભોઈ સેવાપૂજા કરતા હતા. બાબુ ઉર્ફે બાબુડીયોટપુભાઇ પરમાર (પઢાર) મૂળ રહે.રહે. સુરેન્દ્રનગર હાલ રહે.મહેમદાવાદ રેલવે સ્ટેશન ફુટપાથ નાઓએ ચોરી કરવાના ઇરાદે તા.૨૭મીના રોજ રાત્રે ફરતો ફરતો તે વાત્રક નદીના કિનારે પહોંચી પૂજારીની બાજુમાં મુકેલા બે મોબાઇલ ફોન ચોર્યા હતા. ત્યારબાદ તેણે તિજોરીને ખોલતાં થયેલા અવાજથી પૂજારી જાગી ગયા હતા. અને બાબુડીયાને પડકારફેંકતા. ચોર બાબુડીયાએ પોતાનાહાથમાં રસ્તામાંથી મળેલા ઘોડીયાનાઆડા લાકડાના ફટકા પૂજારીનું મૃત્યુ નથાય ત્યાં સુધી ફટકારી દીધા હતા. જેથીકાળુભાઈ ભોઈનું ખાટલામાંજ મૃત્યુ થયું હતું. ત્યારબાદ આરોપી બાબુડીયો ફરાર થઇ ગયોહતો. આ બાબતે પોલીસને વહેલી સવારે જાણ થતાં મહેમદાવાદ પોલીસતથા એલસીબી પોલીસ સહિતની વિવિધ પોલીસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. એલસીબી અને મહેમદાવાદ પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું.જેમાં પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરીને પાંચથી વધુ ખતરનાક ગુનાઓ કરનાર આરોપીને મહેમદાવાદના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડયો હતો. આરોપીએ આગુનામાં પોતે ચોરી કરવાના ઇરાદે આવ્યો હતો અને પુંજારી જાગી જતા તેઓની લાકડાનો ઘા મારીને હત્યા કર્યાનીકબુલાત કરી હતી.