ફતેપુરાના નાના બોરીદા ગામે ત્રણ ગામોની સંયુક્ત મિટીંગ મળી સમાજ કઈ રીતે આગળ આવે અને દૂર વ્યસનો વિશે ચર્ચા કરવામાં આવી.

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરાના નાના બોરીદા ગામે ત્રણ ગામોની સંયુક્ત મિટીંગ મળી સમાજ કઈ રીતે આગળ આવે અને દૂર વ્યસનો વિશે ચર્ચા કરવામાં આવી.

ફતેપુરા તાલુકાના જુદાજુદા ગામોમાં ઉત્કાસ મંડળ ના કાર્યકર્તા ભાઈઓ મીટીંગો યોજી ને સમાજને સાચી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના ભાગરૂપે તારીખ 3/ 2 /2024 અને શનિવારના રોજ 10:00 કલાકે નાના બોરીદા પંચાયત પર નાના બોરીદા મોટા બોરીદા અને માના વાળા બોરીદા ત્રણ ગામોની સંયુક્ત સમાજ સુધારણા મિટિંગ મળી જેમાં મંડળના પ્રમુખ સરદાર ભાઈ તાલુકા પંચાયત સદસ્ય વકલાભાઈ સરપંચ શૈલેષભાઈ તથા ત્રણે ગામોના મોટી સંખ્યામાં આગેવાનો વડીલો યુવાનો હાજર રહ્યા હતા શંકરભાઈ કટારા દ્વારા સમાજ એટલે શું આદિવાસી સમાજ દિવસે દિવસે કેમ દેવાદાર બનતો જાય છે અને આપણે કયા કયા ખોટા ખર્ચાઓ કરીએ છીએ અને આ ખોટા ખર્ચા કેવી રીતે દૂર કરી શકાય તેને સમજણ આપી સાથે સાથે સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ વગર શક્ય નથી. માટે તમામને પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે હાકલ કરી ત્યારબાદ સરપંચ શ્રી અને આગેવાનોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા છેલ્લે સરદારભાઈ એ સમાજને આર્થિક માનસિક અને શારીરિક રીતે કેમ પાઇમલ થયો છે અને તે માટે કેવી રીતે બહાર આવી શકાય તે માહિતી આપવામાં આવી તથા યુવાનોને વ્યસન અને ફેશન થી દૂર રહી અને શિક્ષણ મેળવવા માટે જણાવવામાં આવ્યું છેલ્લે સમાજ પંચની રચના કરી અને સમિતિઓ બનાવવામાં આવી આ સમિતિ અને સરપંચ શ્રી એ આ ત્રણે ગામોમાં દારૂ અને ડીજેને સદંતર બંધ કરવાનું આયોજન કર્યું તથા ઉત્કર્ષ મંડળે નક્કી કરેલ ધારા ધોરણનો ઉપસ્થિત સૌએ સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!