માનગઢ ધામ ખાતે 1.33 કરોડના ખર્ચે નવીન બનનાર bsnl ટાવર માટેભૂમિ પૂજન ખાતમુહૂર્ત કરાયું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
માનગઢ ધામ ખાતે 1.33 કરોડના ખર્ચે નવીન બનનાર bsnl ટાવર માટે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિ પૂજન ખાતમુહૂર્ત વિધી હાથ ધરવામાં આવી.
દાહોદ લોકસભામાં લોકોને bsnl ટાવરની સુવિધા મળી રહે તે માટે સાંસદ ના પ્રયાસો થી 41.23 કરોડના ખર્ચે નવીન બનનાર 31 મોબાઈલ ટાવરો ને મંજૂરી અપાઇ….
દાહોદ જિલ્લામાં લોકોને bsnl મોબાઈલ ટાવરની સુવિધા સહેલાઈથી મળી રહે તે માટે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ માનગઢ ધામ ખાતે 1.33 કરોડ ના ખર્ચે નવીન બનનાર મોબાઇલ ટાવર માટે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે માનગઢ ધામ ખાતે ટાવરની સુવિધા માટે ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત વિધિ હાથ ધરવામાં આવી હતી માનગઢ ધામ ખાતે મોબાઈલ ટાવરની સુવિધા ન હોવાથી માનગઢધામ નજીકના ફતેપુરા અને સંતરામપુર તાલુકાના અનેક ગામોમાં મોબાઈલ ટાવરન હોવાથી લોકોને સંપર્ક વિહોણા રહેવું પડતું હતું જેના કારણે લોકો ને પારાવાર હાલાકી ભોગવી પડતી હતી લોકો દ્વારા દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ને રજૂઆત કરાતા સાંસદે માનગઢ ધામ ખાતે bsnl ના ટાવર મંજૂર કરાવી આજરોજ તેની ભૂમિ પૂજન ખાત મુહૂર્ત વિધિ કરી હતી ખાતમુર્તિ વિધી પ્રસંગે ઉપસ્થિત લોકોને સાંસદ જશવંતસિંહ ભાભોરે સંબોધી જણાવ્યું હતું દાહોદ લોકસભા સીટ માં 41 કરોડના ખર્ચે નવીન બનનાર 31 ટાવરો વધુ મંજૂર કરવામાં આવ્યા છે 24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 18 ટાવરોની કામગીરી ચાલુ છે અને લોકસભા સીટમાં વધુ 100 ટાવરો માટેની સર્વે કામગીરી ચાલુ હોવાનું જણાવી લોકોને મોબાઇલ ટાવરની સુવિધા સાથે માનગઢ ધામનો સંપૂર્ણ વિકાસ કરવાની ખાતરી આપી હતી ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર માનગઢધામ ના વિકાસ માટે દિવસ રાત ચિંતા કરે છે ત�