ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ટેન્કર દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં બોલેરો અને મોટર સાયકલને નુકશાન.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ટેન્કર દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં બોલેરો અને મોટર સાયકલને નુકશાન

લીમડી નગરમાં તારીખ 03-02-2024 શનિવારના રોજ અંદાજીત રાત્રીના બે વાગે એક ટેન્કર ચાલક દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં નુકશાન થયેલ હતું. લીમડી નગરના ગોધરા રોડ પર રહેતા કિરીટ મગનભાઇ ચૌહાણ દ્વારા તેમના વાહન ઘરની બહાર પાર્ક કરેલ હતા. રાત્રિના બે વાગ્યાના અરસામાં એક એમ.પી પાસીંગ ટેન્કર જેનો નંબર MP-09-HG-2164 ના ચાલક પવન આશારામ ઝાટવ દ્વારા પૂરપાટ રીતે ચલાવતા મગનભાઇના ઘરની બહાર ઉભી બોલેરો જેનો નંબર GJ-20-Z-7500 અને જ્યુપીટર મોટર સાયકલ જેનો નંબર GJ-20-AL-6500 ને એક્સીડેન્ટ કરી નુકશાન કરેલ હતું. આ અંગે પૂરપાટ ગફ્લત રીતે ટેન્કર ચલાવનાર વાહન ચાલક વિરુદ્ધ મગનભાઇ ચૌહાણ દ્વારા લીમડી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!