નડિયાદ કલામંદિર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ કલામંદિર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
નડિયાદ કલામંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાસીકલ સુંદરકાંડ’ સ્ક્રીન ઉપર, અને નડિયાદ કલામંદિર ઇન્સ્ટીટયુટ ઓફ વોકનલ સ્ટડીઝ’નું ઓપનીંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ સંતરામ મંદિર કરમસદના મોરારીદાસ મહારાજ, એન.એસ.પટેલ આર્ટસ કોલેજ-આણંદ (ઈન્સ્ટીટયુટ ઓફ વોકનલ સ્ટડીઝના HOD ડો. આશવ પટેલ અતિથિવિશેષમાં પ્રેસીડન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ-નિવૃત્ત જજ દશરથભાઈ બારોટ, કન્ઝયુમર્સ કોર્ટ-ગ્રાહક સુરક્ષા અદાલત-નિવૃત્ત જજ અશ્વિનભાઈ બારોટ તેઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
શરૂઆતમાં સંસ્થાના કલાકાર કુ.હિર દવેએ રામસ્તુતિ કરી હતી. જયારે સંસ્થાના કાર્યકારી પ્રમુખ દિપક શાહે મહેમાનો, આમંત્રિતસૌનું સ્વાગત-આવકાર ઉદ્બોધન કર્યું હતું. મહેમાનઓનો પરિચય સંસ્થાના કારોબારી સભ્ય પ્રણવ સાગરે આપ્યો હતો. મહાનુભાવોને સુંદરકાંડનો ખેસ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું. ૮૪ વર્ષ જૂની નાટય સંસ્થા નડિયાદ કલામંદિરનો પરિચય જીતેન્દ્ર જોષીએ આપ્યો હતો. ત્યારબાદ મોરારીદાસ મહારાજના કંઠે ગવાયેલ અને સંસ્થાના કલાકારોના નૃત્ય થકી તૈયાર થયેલ કલાસીકલ સુંદરકાંડ’નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જયારે નડિયાદ કલામંદિર ઇન્સ્ટીટયુટ ઓફ વોકનલ સ્ટડીઝ’નું અનાવરણ ડો. આશવ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આણંદની સાથે નડિયાદમાં એક બ્રાન્ચ નડિયાદ કલામંદિર ખાતે શરૂ કર્યાની, કલાક્ષેત્રે આગળ વધવા માગતા નવોદિત કલાકારો માટે કેવી રીતે ઉપયોગી બનશે તેની માહિતી તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવી હતી. કાર્યક્રમના અતિથિવિશેષ નિવૃત્ત જજ દશરથભાઈ બારોટ અને નિવૃત જજ અશ્વિનભાઈ બારોટે પોતાના વક્તવ્યમાં સંસ્થાની પ્રવૃત્તિ અને કામગીરીની નોંધ લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. મંચસ્થ સર્વે મહાનુભાવોના વરદહસ્તે કલા ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ આપવા બદલ સંસ્થાના કલાકારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. જયારે તાલુકા અને જીલ્લા કક્ષાએ કલાકુંભમાં પ્રથમ આવનાર અર્ચિતા દરજીનું નડિયાદ કલામંદિર દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કુ.

