બિનવારસી કારમાંથી ૧.૨૫ લાખનો વિદેશી દારૂ ગાંધીનગરની વિજલન્સ પોલીસે ઝડપી પાડયો.
નરેશ ગનવાણી નડીયાદ
બિનવારસી કારમાંથી ૧.૨૫ લાખનો વિદેશી દારૂ ગાંધીનગરની વિજલન્સ પોલીસે ઝડપી પાડયો
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પાર્ક કરેલ બિનવારસી કારમાંથી વિદેશી દારૂ ગાંધીનગરની વિજલન્સ પોલીસે ઝડપી પાડયો છે. બુટલેગરોને આ પહેલા ગંધ આવી જતા તેઓ ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો સાથે ૪ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિજિલન્સ પોલીસના માણસોને બાતમી મળી હતી કે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ મારૂતી સોસાયટીના નાકે દારૂ ભરેલ એક કાર બિનવારસી હાલતમાં પડી છે. જેથી પોલીસ સ્થળ પર આવી તપાસ કરતા વર્ણન મૂજબની કાર હતી અને કારના દરવાજા ખોલી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો હતો. પોલીસ વોચ ગોઠવી આસપાસ છુપાઈને ઊભા રહ્યા. આ કારના માલિક કે કોઈ વ્યક્તિ આવે અને કારમાં બેસે તો તેને રંગેહાથે દબોચી લેવાય પણ એક કલાક લાંબી રાહ જોયા બાદ પણ કોઈ ન આવતાં સ્થાનિક પોલીસને બોલાવી આ બીનવારસી કારને ક્રેઈન મારફતે કારને નડિયાદ પશ્ચિમ પોલીસમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ગણતરી કરતા કુલ રૂપિયા ૧ લાખ ૨૫ હજાર ૪૭૨ની કિંમતનો વિદેશી દારૂ સાથે કાર મળી કુલ રૂપિયા ૪ લાખ ૨૫ હજાર ૪૭૨નો મુદ્દામાં કબ્જે કર્યો હતો. પોલીસે આ બનાવમાં ચાર અજાણ્યા ઈસમો જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરનાર, મંગાવનાર, કાર માલિક અને કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

