ગરબાડા માધ્યમિક શાળા ખાતે ગરબાડા વિધાનસભાના લાભાર્થીઓનો આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો.
વનરાજ ભુરીયા

સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ચ્યુઅલી આવાસ અર્પણ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે ગરબાડા વિધાનસભા વિસ્તારનો આવાસ અર્પણ કાર્યક્રમ ગરબાડા માધ્યમિક શાળા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ ગરબાડા વિધાનસભા મતવિસ્તારમાં પાછલા સાત વર્ષમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને આવાસ અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો ગરબાડા વિધાનસભા મત વિસ્તારમાં 14,162 આવાસના લાભાર્થીઓને 21499.2 લાખ રૂપિયાની પ્રધાનમંત્રી આવાસ ની સહાય ના ચેક અને આવાસ ની ચાવીઓ અર્પણ કરવામાં આવી ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ના હસ્તે આવાસની ચાવી અને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી, શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી આ કાર્યક્રમમાં હાજરી રહી આવાસ અર્પણ કરી સહાયના ચેક ચૂકવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં લોકોની ભારે જનમેદની જોવા મળી હતી.

