નડિયાદ પશ્ચિમની સોસાયટીઓ પીવાનું પાણી દુષિત આવથી રહિશો ત્રાહિમામ્.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પશ્ચિમની સોસાયટીઓ પીવાનું પાણી દુષિત આવથી રહિશો ત્રાહિમામ્
નડિયાદ શહેરના માઇ મંદિર રોડ ઉપર સોસાયટીઓમાં દુષિત – ફીણવાળું પાણી આવે છે. જે બાબતે રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેને લઇને આ વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવાની ભિતી ઉભી થઇ છે. ત્યારે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી રહિશો દ્વારા માંગણી કરવામાં આવી છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઇ મંદિર પાસે આવેલી મંગલ મૂર્તિ સોસાયટી અને તેની આસપાસની સોસાયટીઓમાં ફીણવાળું દુષિત પાણી આવતું હોવાથી લોકોને પીવાના પાણીને લઇને પણ મુશ્કેલી ઉભી થઇ છે. પરિસ્થિતી એવી છે કે લોકો મિનરલ વોટરના પાણીના જગ કે બોટલો લઇને પીવાના પાણીની ખપત પૂર્ણ કરે છે. તંત્ર દ્વારા આપવામાં આવતું પાણી ઉપયોગમાં લેવાય તેવું પણ નથી, ત્યારે આવું દુષિત પાણી પીવાની વાત તો દૂર રહી. ડહોળું, ફીણવાળું તેમજ દુર્ગંધયુક્ત પાણી આવતું હોવા મામલે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો ફેલાય તેવી પણ ભિતી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ માર્ગ પર ઠેરઠેર ગટર પણ ઉભરાય છે અને પીવાના પાણીમાં પણ દુર્ગધ આવે છે. જેથી પાણીની લાઇનમાં ભંગાણ થયું હોવાની શક્યતા પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોગચાળો ફેલાય તે પહેલાં સત્વરે તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.