વડતાલ સ્વા.મંદિરમાં તા.૧૪મીના રોજ ૧૯૮મી શિક્ષાપત્રી જ્યંતિ ધામધૂમ પૂર્વક ઉજવાશે.
નરેશ ગનવાણી નડીયાદ
વડતાલ સ્વા.મંદિરમાં તા.૧૪મીના રોજ ૧૯૮મી શિક્ષાપત્રી જ્યંતિ ધામધૂમ પૂર્વક ઉજવાશે
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા.૧૪મી ફેબ્રુઆરીને વસંત પંચમીના શુભદિને ૧૯૮મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવનાર છે. આ પ્રસંગે તા.૧૪ના રોજ શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વસંત પંચમી મહોત્સવ અંતર્ગતતા. ૧૦ ફેબ્રુઆરી થી તાા. ૧૪ ફેબ્રુઆરી સુધી પંચ દિનાત્મક શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાનાર છે.
વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના હિતાર્થે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ હરિમંડપ ખાતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. જેમાં આચાર્ય, સંતો, બ્રહ્મચારી, ભક્તો આચાર્યના પત્ની અને સધવા-વિધવા મહિલાઓને પાળવાના નિયમો બતાવ્યા છે. વસંત પંચમીના શુભદિને શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૦ થી તા. ૧૪ ફેબ્રુઆરી સુધી શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાનાર છે. જેના વક્તા પદે નીલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર) તથા શાસ્ત્રી વિવેકસાગર દાસજી (કલાકુંજ) નાઓ કથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧ તથા સાંજે ૩ થ ૬ રાખવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવના યજમાન રામજીભાઇ વિશ્રામભાઇ ગોરસીયા અને ગોરસીયા પરિવારે કથા દર્શનનો લાભ લેવા જિલ્લાના ધાર્મિક પ્રજાજનોને ભાવભર્યું આમંત્ર પાઠવેલ છે. વર્ષમાં ફક્ત એક દિવસ માટે મહિલાઓને હરિમંડપમાં દર્શનનો લાભ
વર્ષમાં ફક્ત વસંતપંચમીના દિવસે જ મહિલાઓને હરિમંડપમાં દર્શન તથા શિક્ષાપત્રી પઠનનો લાભ આખો દિવસ મળી રહે છે.

